fbpx
અમરેલી

સાવરકુંડલાની સરકારી પ્રાથમિક પે સેન્ટર શાળા નં ૧ નો વિદ્યાર્થીનું NMMS પરીક્ષામાં મેરીટમાં સ્થાન

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે એનએમએમએસ  એટલે કે નેશનલ મીન્સ મેરીટ કમ્સ સ્કોલરશીપ પરીક્ષા યોજાય છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થી ઉત્તિર્ણ થાય છે અને રાજ્યના મેરીટ લીસ્ટમાં સમાવેશ મેળવે તેને દર વર્ષે ૧૨૦૦૦  હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે. ધોરણ નવ થી ૧૨ સુધીમાં કુલ ૪૮૦૦૦  શિષ્યવૃત્તિ મળે છે .ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની હોય છે. પે સેન્ટર શાળા નંબર ૧  સાવરકુંડલામાં આ વર્ષે કુલ ૧૯  વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ .જેમાં ૧૧  વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.

તેમજ શાળાનો તેજસ્વી અને હોનહાર વિદ્યાર્થી  સુહાગિયા દિપ આશિષભાઈએ ૧૨૨  માર્ક સાથે રાજ્યના મેરીટમાં સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવેલ છે .એમને આવી વિશેષ સિદ્ધિ મેળવવા માટે તેમના વર્ગ શિક્ષક શ્રીશિલ્પાબેન દેસાઈ તેમજ તેમજ શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક  શ્રીહિતેષભાઈ જોશી દ્વારા વિશેષ માર્ગદર્શન તેમજ પરીક્ષા અંગે ખૂબ જ મહાવરો કરાવવામાં આવેલ .તેમજ શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી કલ્પેશભાઈ વરિયા દ્વારા સામાજિક વિજ્ઞાન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પ્રવાસી શિક્ષક શ્રી રૂબીનાબેન શેખ દ્વારા ગણિત વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. તેમના વર્ગશિક્ષક શ્રીશિલ્પાબેન દેસાઈના સૌજન્ય દ્વારા સુહાગિયા દિપને શીલ્ડ આપીને તેને સન્માનિત કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/