fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું સુચારુ આયોજન

અમરેલી જિલ્લામા આગામી તા.૦૯ એપ્રિલ, ૨૩ને રવિવારના રોજ જિલ્લાના ૬૪ પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પર જુનિયર ક્લાર્ક (વહિવટ/હિસાબી) સંવર્ગની પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે ચીફ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રીના વડપણ હેઠળ જિલ્લા પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લામાં યોજાનારી પરીક્ષા માટે ખંડ નિરિક્ષક, રુટ સુપરવાઈઝર, ફ્લાઇંગ સ્કોડ, વહીવટી સ્ટાફ મળીને કુલ ૧,૯૦૦ અધિકારીશ્રીઓ, કર્મચારીઓને આ કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ પરીક્ષાનો કંટ્રોલ રુમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યારે પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત, એસ.આર.પી સ્ટાફની નિમણુક કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા ગેરરીતિ અધિનિયમન-૨૦૨૩ અંતર્ગત સંગઠીત ગુનો કરતી કોઈ વ્યક્તિ, પરીક્ષા સત્તામંડળ સાથે કાવતરુ કરી અથવા તો ગેરરીતિ આચરે અથવા આચરવાનો પ્રયાસ કરે તો આવી વ્યક્તિ કે વ્યક્તિઓને સાત વર્ષથી ઓછી નહીં અને દસ વર્ષ સુધીની કેદ અને એક કરોડ રૂપિયાથી ઓછી નહીં તેવી આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ દંડની ચૂકવણીમાં જો ચૂક થાય તો આવા કિસ્સામાં આ પ્રકારે દોષિત વ્યક્તિ સામે ફોજદારી કાર્યરીતિ અધિનિયમન-૧૯૭૩ની જોગવાઈઓ અનુસાર કેદની શિક્ષા થઇ શકે. જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા ઉમેદવારોને કેન્દ્ર (શાળા/કોલેજ) શોધવામાં સરળતા રહે, તેવા ઉદ્દેશ્યથી તા.૦૭ એપ્રિલથી તા.૦૯ એપ્રિલ સુધી સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક સુધી એક હેલ્પલાઈન શરુ કરવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર (૦૨૭૯૨)૨૨૩૬૧૩ પરથી ઉમેદવારો માહિતી મેળવી શકે છે, તેમ પરીક્ષા સમિતિના ચીફ ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રી એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/