fbpx
અમરેલી

રમાબેન અનિલભાઈ પારેખ પરીવાર-મુંબઇ ના આર્થિક સહયોગથી લાયન્સ કલબ ઓફ અમરેલી શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સુદર્શન નેત્રાલય નો કેમ્પ યોજાશે

દામનગર ભુરખિયા મંદિર ખાતે રમાબેન અનિલભાઈ પારેખ પરીવાર-મુંબઇ ના આર્થિક સહયોગથી (સીટી) લાયન્સ કલબ ઓફ અમરેલી શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય-અમરેલી શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત દ્વારા વિના મુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાશે તા. ૧૯-૦૪-૨૦૨૩ બુધવાર શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સમય સવારના ૮-૦૦ થી બપોરના ૧૨-૩૦ સુધી આ કેમ્પમાં મળનારી સુવિધા(૧)આંખના રોગ જેવાકે મોતિયો ઝામર,વેલ,પરવાળા,ત્રાંસી આંખ તથા આંખના કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોકટર દ્વારા કરવામાં આવશે.(૨) આ કેમ્પમાં મોતિયાના ઢાંકા વગરનાં ઓપરેશન કરી નેત્રમણી (વિના મુલ્યે બેસાડી દેવામા આવશે. (૩) મોતિયાના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને તે જ દિવસે સુદર્શન નેત્રાલય, અમરેલીમાં દાખલ કરવામાં આવશે. મોતિયાના ઓપરેશન માટે દાખલ થનાર માત્ર દર્દી માટે દવાઓ, આવવા-જવાની, રહેવાની, જમવાની, કાળા ચશ્મા સુદર્શન નેત્રાલય તરફથી વ્યવસ્થા કરી આપવામાં આવશે. (૪)આ કેમ્પમાં આંખના નજીક તથા દૂરના નંબરની તપાસ કરવામાં આવશે. કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહતભાવે ચશ્મા બનાવી આપવામાં આવશે.(૫)આ કેમ્પમાં જરૂરીયાતમંદ વૃધ્ધો, પુરૂષો, સ્ત્રીઓ,બાળકો તથા દરેક લાભાર્થી ઓએ કેમ્પના સ્થળ ઉપર સમયસર હાજર રહીને આ સેવાયજ્ઞનો પુરેપુરો લાભ લેવા વિનંતી.(૬) શ્વાસ, બી.પી., ડાયાબીટીસ, હય કે કોઇપણ રોગના દર્દીએ પોતાની ચાલુ દવાઓ તથા રીપોર્ટ કેમ્પમાં સાથે લાવવા.નોંધઃ સવારે ૮-૦૦ કલાક થી વહેલા તે પહેલાના ધોરણે કેસની નોંધણી કરવામાં આવશે અને તે મુજબ દર્દીને તપાસવામાં આવશે.નોંધઃ દર્દીઓના ફોન નંબર તથા ચુંટણીકાર્ડની બે ઝેરોક્ષ નકલ સાથે લાવવી ફરજીયાત છે.નોંધ હવે પછી દર મહિનાના ત્રીજા બુધવારે શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરમાં વિના મુલ્યે આ કેમ્પનુ આયોજન નકકી કરવામા આવેલ છે વધુ માહિતી માટે નિલેશભાઇ ભીલ મો.૯૭૧૪૨ ૨૮૨૬૬ લા.નરેશભાઈ જોગાણી ખજાનચી લા. વિનોદભાઇ આદ્રોજા પ્રોજેકટ ચેરમેન લા. જયેશભાઇ પંડયા મો.૯૮૯૮૦૫૨૫૮૧ લા.બિમલભાઇ રામદેવપુત્રા લા.ભુપતભાઈ ભુવા લા. મહેશભાઈ એમ. પટેલ પ્રમુખ સેક્રેટરી લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/