fbpx
અમરેલી

સમાનતાના ઉપાસક એવા બાબા સાહેબના જન્મદિવસની સાવરકુંડલા શહેરમાં આવેલ કે. કે. હાઈસ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી 

સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સંદેશને સાર્થક કરતા કે. કે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ.. કે. કે. હાઈસ્કૂલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. તા.૧૪/૦૪/૨૦૨૩ના રોજ શાળામાં જાહેર રજા હોવાથી ડૉ. બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ તા. ૧૩/૦૪/૨૦૨૩ના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યશ્રી કેશુભાઈ બગડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબીને મહેમાનશ્રીના હસ્તે ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓએ ડૉ. બાબાસાહેબની છબીને ફૂલો અર્પણ કરી પૂજનીય ભાવ વ્યક્ત કર્યો હતો. દરેક ભારતીય નાગરિકોને પોતાન હક અપાવવામાં ડૉ. બાબાસાહેબની જે ભૂમિકા રહી તેને ઉજાગર કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યોને જીવન વ્યવહારમાં અમલ કરતા થાય એ વિષય ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કે. કે. હાઇસ્કૂલના આચાર્યશ્રી ખડદિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ સ્ટાફ પરિવારના સહયોગથી કાર્યક્રમની સફળ રીતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/