fbpx
અમરેલી

તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી જિલ્લામાં મતદારયાદી સુધારા કાર્યક્રમ

મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ આગામી તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી યોજાશે. આવતીકાલ તા.૧૬ એપ્રિલ, ૨૦૨૩ રવિવાર ઉપરાંત આગામી અઠવાડિયે તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. જિલ્લાના ૧,૪૧૨ મતદાન મથકો પર યોજાનાર આ ખાસ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા (Special Summary Revision) કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૬ એપ્રિલ, ૨૩ને રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. મહત્વનું છે કે, ૯૪- ધારી બગસરા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૨૭૨, ૯૫ – અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૩૦૦, ૯૬ – લાઠી બાબરા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૨૪૦, ૯૭ – સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૨૯૬ અને ૯૮- રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગના ૩૦૩ સહિત જિલ્લાના ૧,૪૧૨ મતદાર વિભાગ ખાતે મતદાર નોંધણી કરવામાં આવશે. 

આ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને તે ઉપરાંત બૂથ લેવલ અધિકારી (BLO)ને અરજી કરી શકાશે. ઓનલાઈન વિગતો ચકાસવા માટે તથા ઓનલાઈન અરજી માટે વોટર હેલ્પલાઈન એપ, www.voterportal.eci.gov.inwww.nvsp.inwww.voters.eci.in પર સુવિધા ઉપલબ્ધ છે.

વધુ માહિતી તથા વિગતો માટે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે. મતદારયાદીમાં અચૂક નોંધણી કરાવી પોતાના મતદાનનો અધિકાર અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે. આથી જિલ્લાના નાગરિકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/