fbpx
અમરેલી

મતદારયાદીમાં નામની નોંધણી અને સુધારણા માટે આગામી તા.૨૩મીએ યોજાશે ખાસ ઝુંબેશ

ભારત ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૪.૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. જેનો સમયગાળો તા.૦૪.૦૫.૨૦૨૩ (બુધવાર) થી તા.૨૩.૦૪.૨૦૨૩ (રવિવાર) નકકી કરવામાં આવ્યો છે. તા.૦૧.૦૪.૨૦૨૩ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે. જેના અનુસંધાનમાં તા.૧૬.૦૪.૨૦૨૩ (રવિવાર)ના રોજ ખાસ ઝૂંબેશના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે સવારના ૧૦.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુઘી બુથ લેવલ ઓફીસર (બી.એલ.ઓ)શ્રી  દ્વારા બુથ ૫ર હાજર રહીને મતદારયાદીમાં નામ નોંઘણી/સુઘારા/કમી માટેના ફોર્મ્સ સ્વીકારમાં આવ્યા હતા. આ ખાસ ઝૂંબેશ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અજય દહીયા અને અમરેલી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વી.પી.૫ટણીએ બુથની મુલકાત લીધી હતી તેમજ બી.એલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરી જરુરી સૂચનો આપ્યા હતા.

              અમરેલી જિલ્લામાં તા.૧૬.૦૪.૨૦૨૩ ખાસ ખાસ ઝુંબેશના દિવસે, ફોર્મ નં. ૬- ૩,૩૩૩ મળ્યા હતા. જેમાંથી ૧૮-૧૯ વયજૂથના ૨,૦૧૭ ફોર્મ્સ અને ૨૦-૨૯ વયજૂથના ૧,૨૪૧ ફોર્મ્સ મળ્યાં હતા. જ્યારે ફોર્મ નં.૬ખ- ૬૨૭, ફોર્મ નં.૭ -૧,૨૨૮, ફોર્મ નં.૮ – ૩,૫૩૫ મળેલ હતા. આમ, પ્રથમ ખાસ ઝુંબેશના દિવસે જિલ્લામાં કુલ ૮,૭૨૩ ફોર્મ્સ મળ્યા હતા.

        વઘુમાં આગામી તા.૨૩.૦૪.૨૦૨૩ (રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે સવારના ૧૦.૦૦ કલાક થી સાંજના ૫.૦૦ કલાક સુધી બુથ લેવલ ઓફિસર દ્વારા હાજર રહીને મતદારયાદીમાં નામ નોંઘણી/સુઘારા/કમી માટેના ફોર્મ્સ સ્વીકારવામાં આવશે. જિલ્લામાં વસવાટ કરતા દેશના યુવા નાગરીકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંઘણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી, અમરેલી તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

        ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ જુદા જુદા પ્લેટફોર્મ મારફત નાગરીકો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેવાં કે, Voter Helpline Mobile App (Android/iOS) ,  https://voterportal.eci.gov.in ,        https://nvsp. BLO App (BLO મારફત)         પણ ફોર્મ ભરી શકાશે.  વઘુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ ૫ર સં૫ર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/