fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરનાં છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવા માં આવે તેવી માંગ

સાવરકુંડલા શહેર હવે વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ વિકસિત થઈ રહ્યું હોય ત્યારે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જો દૂર છેવાડાના વિસ્તારો સુધી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો લોકોને આવાગમન માટે ઘણી ઓછી તકલીફ પડે. નિયમિત અંતરે અને સમયસર જો સિટી બસના રૂટ શરૂ કરવામાં આવે તો શહેરમાં પોલ્યુશન ક્ષેત્રે પણ નોંધપાત્ર અંકુશ લાવી શકાય ખરો. એમાં પણ વિદ્યુત બેટરી સંચાલિત બસ સેવા શરૂ થાય અને સંપૂર્ણ પારદર્શક રીતે આવાગમનની વ્યવસ્થા થાય તો લોકોને અન્ય વાહનોની ઓછી જરૂર પડે અને એકંદરે આ મોંઘવારીના યુગમાં લોકોના પૈસાની પણ બચત થઈ શકે. આમ ગણીએ તો સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દીર્ઘ દ્રષ્ટિ ધરાવતાં અને કુશળ રાજનેતા છે

એટલે ખુદ ધારાસભ્ય શ્રી આ બાબતે અંગત રસ લઇને જરૂરી વિભાગો સાથે સંકલન સાધીને નગરપાલિકા દ્વારા શહેરની આમજનતા માટે સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવે એ સાંપ્રત સમયમાં ખૂબ જરૂરી છે. આ અગાઉ પણ સાવરકુંડલા શહેરમાં સિટી બસનો પ્રયોગ થયેલો પરંતુ શા કારણે એ સિટી બસ બંધ થઈ? તે તમામ કારણોનું પૃથક્કરણ કરી અને હવે ખુદ નગરપાલિકા દ્વારા જ શહેરના વિવિધ વિસ્તારોમાં સિટી બસના રૂટનો પ્રારંભ કરવામાં આવે એ ઇચ્છનીય છે.એક વાત પણ ચોક્કસ છે કે શહેરમાં જો સિટી બસ  સેવા શરૂ કરવામાં આવે તો લોકોના ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન પણ હળવો  થઈ શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/