fbpx
અમરેલી

મતદારયાદી ઓબ્ઝર્વર એ રાજકીય પાર્ટીના પ્રતિનિધિ ઓ સાથે મતદાર યાદી સુધારણા લગત બાબતે વિસ્તૃત ચર્ચા કરી અને રજૂઆતો સાંભળી

 ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧ એપ્રિલ,૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા.૦૫ એપ્રિલ,૨૦૨૩ થી તા.૧૫ મે,૨૦૨૩ સુધી ચલાવવામાં આવશે. ઉપરાંત આગામી તા.૨૩ એપ્રિલ, ૨૦૨૩ ને રવિવારના રોજ જિલ્લામાં ખાસ ઝુંબેશ યોજાશે. ગાંધીનગર આઈ.સી.ડી.એસ કમિશ્નર અને અમરેલી જિલ્લા મતદારયાદી ઓબ્ઝર્વર શ્રી ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SSR)-૨૦૨૩ અંતર્ગત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઓબ્ઝર્વર શ્રી ડી.એન.મોદીએ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SSR-૨૦૨૩ અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિશ્રીઓની મતદાર યાદી લગત રજૂઆતો સાંભળી હતી અને સૂચનો પણ ધ્યાને લેવામાં આવ્યા હતા.

        હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૯૪-ધારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા, ૯૮-રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં નવા મતદારોની નોંધણી પ્રક્રિયા આગળ વધી રહી છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રવિવારે વિશેષ ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે.  જિલ્લાની બહાર અભ્યાસ કરતાં અને ૧૮ વર્ષ પૂર્ણ થયાં હોય તેવા વિદ્યાર્થીઓ ઉનાળું વેકેશનમાં વતન પરત આવતા હોય છે. આથી, મતદાર યાદી નોંધણી માટે ખાસ ડ્રાઈવ યોજવા ઉપરાંત વિશેષ પ્રયાસો કરવા માટે જિલ્લા ઓબ્ઝર્વર શ્રી મોદીએ તમામ પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર સહિત કુલ ૧,૪૧૨ મતદાન મથકો છે.  આ તમામ મતદાન મથકો ખાતે મતદાર યાદી નોંધણી પ્રક્રિયા શરુ છે. ૧૮-૧૯ વયજૂથના નવા મતદારોની નોંધણીને લઈ વિશેષ કામગીરી થઇ શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/