fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૨૫ એપ્રિલે યોજાશે ભરતી મેળો

 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ સુખમા સન્સ એન્ડ એસોસિએટના કરાર પર હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર પ્રા.લી. વિઠ્લાપુર માટે ૧૮ થી ૨૬ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ તેમજ ધો.૧૨ તેમજ આઈ.ટી.આઇ ટ્રેડ પાસની તકનિકી લાયકાત તેમજ ફોર્ડ મોટર ઇન્ડિયા પ્રા.લી. સાણંદ માટે ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા અન કાલી જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, આઇ.ટી.આઇ ઈન મિકેનિક ડીઝલ, ફીટર, મોટર મિકેનિક વ્હીકલ, ટર્નર, ઇલેક્ટ્રિશીયન, કોપા, વાયરમેન પાસની તકનિકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુક માટે આગામી તા.૨૫ એપ્રિલ, ૨૦૨૩ના રોજ અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાનાર આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ તા.૨૫ એપ્રિલ, ૨૩ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/