fbpx
અમરેલી

અમરેલી શહેર વિધાસભા કેમ્પસ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ ‘‘સમર કેમ્પ’’ યોજાયો 

 *સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટ ‘‘સમર કેમ્પ’’* અમરેલી શહેર વિધાસભા કેમ્પસ ખાતે હાલ *તા.૨૧/૦૪/૨૦૨૩ થી તા.૨૭/૦૪/૨૦૨૩* દરમ્યાન ‘‘સમર કેમ્પ’’ શરૂ છે. આ ‘‘સમર કેમ્પ’’ ના પાંચમાં દિવસના અંતે આજે તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ વિધાર્થીઓએ ટાઇમ-ટેબલ મુજબ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવેલ. જેમાં પ્રાંતઃકાળ પ્રભાતિયા સાથે દિવસની શરૂઆત કરી, સુર્યોદય નિહાળી, પરેડ બાદ વિશિષ્ટ મહાનુભાવ જેમાં *શ્રી ગૌરવ અગ્રવાલ સાહેબ (IPS),* *મહિલા અને બાળ વિકાસ અધિકારશ્રી શૈલેષ કણઝારીયા,* હાજર રહી પોતાના જીવન કારકિર્દી, જીવન અનુભવો વિશે વાત કરવામાં આવેલ. જેમાં સામાપક્ષે વિધાર્થી દ્રારા પણ પ્રશ્ર્નોત્તરીરૂપી સવાલો પુછી માહિતી મેળવવામાં આવેલ.

 ત્યારબાદ, વિધાર્થીઓને પ્રાથમિક સારવાર તાલીમ મળી રહે તે માટે *શાંતાબા મેડીકલ કોલેજ જનરલ હોસ્પીટલ અમરેલીના મેડીકલ ઓફિસર ડોકટર કિશન શિયાળ*, *રેડ ક્રોસ સોસાયટી અમરેલીના* પ્રતિનિધી દ્રારા તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં અકસ્માત સમયે ઇજાગ્રસ્તની કંઇ-કંઇ રીતે પ્રાથમિક સારવાર આપી શકાય, તે માટે પ્રેકટીકલી ડેમો બતાવી સમજ આપવામાં આવેલ હતી.

 બપોર બાદના સેશનમાં વિધાર્થીઓને મોટીવેશન ફિલ્મ ‘લગાન’’ બતાવવામાં આવેલ હતી. બાદ સુર્યાસ્ત દર્શન, બાદ સાંજના ફિલ્મ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.

 આ ‘‘સમર કેમ્પ’’ ના સાત દિવસ દરમ્યાન દરેક બાળક તમામ પ્રવૃતિઓ સાથે જોડાઇ જીવનમાં શિસ્તતા, નેતૃત્વ શકિત, સમયબધ્ધતા, સમાજ-વ્યવસ્થા, સાંસ્કૃતિક પરંપરા, વિવિધ તાલીમ થકી સમજ મળવે તે માટે વિશેષ કાળજી સાથે સમયપત્રક બનાવેલ હોય, જે સમયપત્રક મુજબની પ્રવૃતિ હાલ શરુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/