fbpx
અમરેલી

સરકારી વિજ્ઞાન કોલેજ,બગસરા ખાતે બી.એસ.સી પ્રથમ વર્ષમાં પ્રવેશ શરુ

રાજ્યમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ બેચલર ઓફ સાયન્સ (બી.એસ.સી.) નો અભ્યાસક્રમ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનિઓ માટે રાજ્ય સરકારના શિક્ષણ  અને ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ સંલગ્ન સરકારી વિજ્ઞાન કોલેજ બગસરા ખાતે બી.એસ.સી પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરુ છે. આ કોલેજ ખાતે બી.એસ.સી. રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર સાથે અભ્યાસ કરી શકાય છે. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કુલ, બગસરા ખાતે શરુ છે તે આ કોલેજના બીજા શૈક્ષણિક વર્ષમાં આ સંસ્થા ખાતે અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ સરકારી વિજ્ઞાન કોલેજ, રુમ નં.૨૭, પ્રથમ માળનો સભાખંડ, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કુલ, બગસરા ખાતે રુબરુ સંપર્ક કરવો. અથવા તો મોબાઈલ નંબર ૮૧૪૧૯૪૫૧૧૯, ૯૮૭૯૫૩૭૩૯૫, ૯૭૨૨૭૪ ૨૧૧૬૯ અથવા તો gscbagasara@gmail.com પરથી વધુ માહિતી મેળવી શકે છે, તેમ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય શ્રી ભટ્ટે એક યાદીમાં જણાવ્યું છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/