fbpx
અમરેલી

સાવરકુંડલા વોર્ડ નં.૬ના વિસ્તારોમાં ઓેવર હેન્ડ ટેન્કનું પાણી આપવા માટે નળ સે જલ યોજના નીચે પાઇપ લાઇન નાખવા કામગીરી હાથ ધરાઇ 

નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલ ની મહેનત રંગ લાવી  હવે વિસ્તારોમાં વગર મોટરે પાણી મળશે..! 

વિસ્તારના પ્રતિનિધિ તરીકે સાંસદશ્રી કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી કસવાલા અને પાલીકા પ્રમુખ સહિત હોદેદારોનો આભાર માન્યો 

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વોર્ડ નંબર ૬ ના ઘણાય સમયથી કોલેજ ગ્રાઉન્ડમાં બનેલ સંપ અને ઓવર હેન્ડ ટેન્ક મેઇન લાઇન ન હોવાને કારણે  વિસ્તારોમાં પાણીનું વિતરણ કરી શકતા નહોતા જેથી વોર્ડના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલની સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા અને પાલીકા પ્રમુખ તુપ્તીબેન દોશી, પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશીને સતત રજુઆત કરતા તેઓએ અંગત રસ લઇને નળ સે જલ યોજનામાં કોલેજના ગ્રાઉન્ડમાં આવેલા સંપ અને ઓવર હેન્ડ ટેન્કનું  વિધુતનગર સામેની વસાહત, વિધુતનગર સોસાયટી, દેવીપૂજક વિસ્તાર, શિવમપાર્ક, ગાયત્રી સોસાયટી,  આનંદપાર્ક, ગાયત્રી સોસાયટીની બાજુનો  પછાત વિસ્તાર,  આનંદપાર્ક સોસાયટીની બાજુનો પછાત વિસ્તાર,  ઇન્દિરા વસાહત, યોગેશ્વર સોસાયટી,  અંબિકા સોસાયટી, એશીયાડ સોસાયટી, વેલનાથપરા,  ગુજ. હા. બોર્ડ સોસાયટી,સહિત વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવા માટે  ડી. આઇ. પાઇપલાઇન તેમજ શેરીઓના જોડાણ આપવા માટે આજે વિધુતનગર સામેની વસાહતમાં કામગીરી શરૂ કરેલ છે

વધુમાં નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે જણાવ્યું છે કે  હવે વિસ્તારોમાં વગર મોટર પાણી મળશે ..! વિસ્તારના પ્રતિનિધિ તરીકે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા અને પાલીકા પ્રમુખ તુપ્તીબેન દોશી ,ચિફ ઓફીસરશ્રી બોરડ સાહેબ સહિત પાલીકાના હોદેદારો અને શહેર ભાજપના હોદ્દેદારોનો આભાર માન્યો હતો વોર્ડના તેમજ લોકોના પ્રશ્નો માટે સતત જાગૃત અને રાજકારણથી દુર રહી લોકોની સુખાકારી માટે રાત-દિવસ જોયા વગર લોકોના કામ કરતા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલની મહેનત રંગ લાવી તેમ નગરપાલિકા કોર્પોરેટર જયાબેન ચાવડા,અને નગમાબેન ઝાખરાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/