fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન પાસે આવેલ ટ્રાન્સફોર્મરને તંત્ર દ્વારા દૂર કરી બગીચા પાસેની આ જગ્યા ખુલી કરવામાં આવી

ઈકાલે ઉનાળાનાં ધોમધખતાં તાપમાં પણ સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન પાસે આવેલ ટ્રાન્સફોર્મરને તંત્ર દ્વારા દૂર કરી બગીચા પાસેની આ જગ્યા ખુલી કરવામાં આવેલ.. અહીં તુરંત યુધ્ધના ધોરણે નગરપાલિકા  જેસીબી દ્વારા કચરો અને ગંદકીના ગંજને દૂર કરીને ખૂબ સરસ લેવલીંગ કરી અને લોકોને  પોતાના વાહનો પાર્કિંગ કરી શકે તેવી બનાવી.. 

અંતે પંડિત દીનદયાળ ઉપવન પાસે આવેલ ટ્રાન્સફોર્મરને શીફ્ટ કરાતાં સાવરકુંડલા શહેરમાં આવેલ જનતા બાગ પાસે મોકળાશ થતાં આસપાસના ગંદકી કચરો દૂર થયાં અને ભવિષ્યમાં આ ફાજલ જમીન પર અહીં બગીચે હરવા ફરવા આવતાં લોકો માટે જાહેર પાર્કીંગ ઝોન બનશે એવું સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી દ્વારા જણાવાયું.. આમ ગણો તો પાર્કીંગ એ પણ ખૂબ જરૂરી છે. વળી અહીં તો જાહેર જનતા માટે બગીચો પણ આવેલ હોય પાર્કિંગ પ્લેસ  ખૂબ આવશ્યક છે. વળી બાજુમાં જ સાવરકુંડલા મહુવા રોડ પસાર થતો હોય આ રોડ પર વાહનવ્યવહારની અવરજવર પણ ખાસ્સી હોય એટલે બાગની સાઈડની આ જગ્યા પર જાહેર  પાર્કિંગ ઝોન બને તો અહીં આવતાં લોકો માટે ઘણી રાહત થાય અને પોતાનું વાહન શાંતિથી પાર્ક કરી અને બગીચામાં હરીફરી પણ શકે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/