fbpx
અમરેલી

ડોક્ટરે કહ્યું છ મહિના જીવશે માતા ની અથાગ સેવા, હુંફ અને પ્રેમ થી છ વર્ષની થઈ ગઈ

બાળકને જીવનમાં માતાનો પ્રેમ સૌથી વધુ મળે છે માતા બાળકને નિ:સ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. બાળક પ્રત્યે માતાને જેટલી લાગણી હોય છે એટલી કોઈપણ ને હોતી નથી એટલે તો કહેવતમાં કહેવાયું છે કે મા તે માં બીજા વગડાના વા. આ કહેવતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ સાવરકુંડલાના એક વાણીયા સોની પરિવારમાં જોવા મળે છે.
આ પરિવારની વાત કરીએ તો કેસર  નામની એક બાળકીનો જન્મ થયો છે.
જન્મથી જ આ બાળકીને અસાધ્ય એવો રોગ થયો છે કે જેનું નામ

હાઈડ્રોસેફુલસ છે. જેમાં બાળકને માથા માં પાણી ભરાય છે અને માથા ની સાઈઝ ખૂબ જ મોટી થઈ જાય છે અને છાતીથી પગ સુધીનો ભાગ બે મહિના ના બાળક જેટલો થાય છે .આ બાળક કોઈ પણ પ્રકાર હલનચલન કરી શકતી નથી. ૨૪ કલાક ૩૬૫ દિવસ ફક્ત અને ફક્ત સૂતું જ રહે છે, કેસર  ને દ્રષ્ટિ નથી પરંતુ માતાની બે આંખ થી જાણે બધું જુએ છે. આ રોગ જવલ્લે જ જોવા મળતો હોય છે. આ રોગનો ભોગ બને ને બાળક માત્ર છ થી સાત મહિના જીવી શકે છે પરંતુ છ વર્ષની કેસર  ની માતા કાજલબેન સોનીની સેવા, હૂફ અને અથાગ પ્રેમે આ રોગના લક્ષણો ફેરવી નાખ્યા કેસર ને જન્મથી જ આ રોગની બીમારી હતી. ડોક્ટરનું કહેવું છે મેડિકલ સાયન્સ પૂરું થાય ત્યારે આવા કેસ શરૂઆત થાય છે. આ બાળક છ થી સાત મહિના જીવી શકે છે . કેસર ના જન્મથી ડોક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી સેવા કરવી પડશે. બાળકને સવારે દૈનિક કાર્ય થી લઈને એના ખોરાકની, નવડાવવા-ધોવડાવવાની સંપૂર્ણ જવાબદારી પુરા દિલથી એમની માતા કાજલબેન કરે છે. કાજલબેન ના પતિ સત્યમભાઈ સોની – સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં શિક્ષક છે એમનો પણ બધી બાબતમાં સપોર્ટ મળ્યા કરે છે. હાલ અત્યારે કેસર છ વર્ષની થઇ છે. આમ જોઈએ તો એમના ખાલી કાનની શ્રવણ શક્તિ સારી છે કે જે એમના માતાનો અવાજ, પિતાનો અવાજ અને દાદી નો અવાજ ઓળખીને ખડખડાટ હસે છે. આ વાત પરથી આપણે એવું કહી શકીએ કે જો માતા પિતા આવા શારીરિક દિવ્યાંગ બાળકોની સાથે સારી રીતે સાર-સંભાળ કરે તો એમનું જીવન ધન્ય થઈ જાય છે અને આયુષ્ય પણ વધે છે… ધન્ય છે માતા કાજલબેન ને કે આ દીકરી નું જીવન તો રોશન કરે જ છે પણ સાથે સાથે પોતાનું, કુટુંબનું અને સમાજ નું નામ પણ રોશન કરે છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/