fbpx
અમરેલી

અમરેલીમાં બે વર્ષીય બાળકને ઉઠાવી ગયો, સારવાર દરમિયાન મોત થયું

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે, અહીં એક જ અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના હુમલાની ત્રીજી ઘટના સામે આવી છે, અહીં ત્રીજી ઘટનામાં બાળકનુ હુમલામાં મોત નિપજ્યુ છે. દીપડાએ આ હુમલો રાજુલાના કાતર ગામમાં મોડીરાતે કર્યો હતો, રહેણાંક મકાનમાં આવીને અચાનક જ આવીને દીપડાએ બાળક ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં બાળકોનું મોત થયુ હતુ. માહિતી પ્રમાણે, અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં દીપડાએ અચાનક બાળક પર હુમલો કરી દીધો છે. અહીં માલધારી પરિવારના ૨ વર્ષના બાળકને દીપડો હુમલા દરમિયાન ગળું પકડી ઉઠાવી ગયો હતો. જાેકે, દીપડાના હુમલા બાદ તરત જ પરિવારના લોકોએ હિંમત બતાવી અને તેની પાછળ જતા બાળકને મુકીને દીપડો ભાગી છુટ્યો હતો. દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને રાજુલાની સિવિલ હૉસ્પીટલમાં પ્રાથમીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આ બે વર્ષીય બાળકની સ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ હતી, બાળકને આ પછી રાજુલાથી મહુવા હૉસ્પીટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. જાેકે, બાળકની સ્થિતિ ગંભીર હોવાથી મહુવા પહોંચે તે પહેલા જ આ બે વર્ષીય માનવ નામના બાળકનું મોત થઇ ગયુ હતુ. ખાસ વાત છે કે, દીપડાની વધતી જતી વસ્તીના કારણે રહેણાંક વિસ્તારમાં અવરજવર વધી ગઇ છે, અને અવારનવાર માનવ પર હુમલા થવાની ઘટનાઓ સતત વધી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/