fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૧૮ મે, ૨૦૨૩ને ગુરુવારના રોજ ભરતી મેળો યોજાશે

 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી નિયમિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ વેલસ્પન ઈન્ડિયા પ્રા. લી. અંજાર, કચ્છ માટે ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ અને ધો.૧૨ની લાયકાત ધરનાર રોજગાર ઇચ્છુક હોય તે આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત એલ.આઈ.સી. અમરેલી માટે વીમા એજન્ટની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા ધરાવનાર તેમજ ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઈચ્છુકો માટે આગામી તા.૧૮ મે, ૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, અમરેલી  ખાતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/