fbpx
અમરેલી

ધારી તાલુકા ના વીરપુર ગામ પાસે બોલેરો ગાડી પલ્ટી મારતા 15 થી 20 જેટલા ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા ધારી લઈ જવાયા.

 અમરેલી જિલ્લા ના ધારી તાલુકા પાસે આવેલ વીરપુર ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી, જેમાં કુલ 15 થી 20 જેટલા વ્યક્તિઓ હતા જે હીરાવા ગામે સગાઈ ના પ્રસંગે ગયા હતા ત્યાં થી પાછા આકોડા ગામ જઈ રહ્યા હતા તે દરમિયાન ધારી ખાંભા રોડ પર આવેલ વીરપુર ગામ પાસે અચાનક બોલેરો ગાડી પલ્ટી મારી ગઈ હતી અને તેમાં પુરુષો મહિલાઓ અને નાના બાળકો પણ શામેલ હતા, આ ઇમરજન્સી કેશ માટે 108 મા કોલ આવતાં 108 સેન્ટર દ્વારા નજીક ની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ને આ કેસ માટે જાણ કરવામાં આવી અને આ કેસ ની જાણ થતાની સાથેજ ખાંભા 108 ના ઈ.એમ.ટી. નરેશ લડુમોર અને પાયલોટ ભરત મકવાણા અને સાવરકુંડલા 108 ના ઇ.એમ.ટી. પ્રકાશ ધાંધલા તેમજ ઇ.એમ.ટી. દીપક રાઠોડ અને પાયલોટ ફિરોઝ બેલીમ તેમજ હિતેશ મકવાણા એમ બે 108 ની ટીમ સાવરકુંડલા થી આ કેસ મા જવા તુરંત રવાના થઈ હતી ઘટના સ્થળ પર જઈ ને તપાસ કરતા જાણવા મળ્યું કે કુલ 15 થી 20 જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ થઈ છે જે થી સ્થળ પર 108 ના કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્તો ને સામાન્ય તપાસ કરી તુરંત એમ્બ્યુલન્સ મા લેવામાં આવ્યા અને ત્રણેય 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તો ને રસ્તામાં સારવાર આપવામાં આવી અને ધારી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા 108 ની ઝડપી અને સમયસર 108 ની સેવા મળી જતા જાન હાની થતાં બચી ગઈ હતી અને આવી સરાહનીય કામગીરી માટે 108 એમ્બ્યુલન્સ ની પ્રશંસા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/