fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં જી.આઇ.ડી.સી.સ્થાપવાની સરકારની સૈદ્ધાંતિક મંજૂરી. ચૂંટણી સમયે આપેલા વચનો પૂરા કરતા ધારાસભ્ય મહેશ કસવાળા

ચૂંટણી ટાઈમે દરેક નેતાઓ ધારાસભ્ય બનવા પ્રજાને ઉલ્લુ બનાવવા નતનવા વચનો આપતા હોય પણ ચૂંટાઈ ગયા બાદ પ્રજાને આપેલા વચનો ક્યારેય યાદ કરતા નથી ત્યારે એકમાત્ર એવા ધારાસભ્ય કે જે સેવાના ધ્યેય સાથે રાજકારણ કરીને સેવાની ભાવનાઓ ઉજાગર કરવાનું બીડું ઝડપ્યું છે તેવા મૂળ આદસંગના વતની એવા પૂર્વ ધારાસભ્ય ભગવાન બાપા પટેલના પૌત્ર અને સાવરકુંડલા-લીલિયા વિધાનસભા બેઠકમાં ભાજપે ચૂંટણી લડવા અમદાવાદ થી સાવરકુંડલા બેઠક પર પસંદગી કરી ત્યારે ચૂંટણી સમયે વચનો આપવામાં મહેશભાઈ કસવાલાએ વર્ષોથી પાયાનો પ્રશ્ન હોય તો તે જી.આઇ.ડી.સી.નો હતો ને દરેક ચૂંટણીઓમાં ઉમેદવારો જી.આઇ.ડી.સી. ની લોલીપોપ આપી ને પ્રજાને ગુમરાહ કરનારા અત્યાર સુધીના જીતેલા ધારાસભ્યોએ લોલીપોપ જ આપી હતી પણ નામના ખાતર નહિ પણ કામ ને માનનારા કોઈ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ મળ્યા તો તે પ્રથમ મહેશભાઈ કસવાળા મળ્યા.

એમ લખવામાં અતિશયોક્તિ ભર્યું નથી કેમ કે ચૂંટણી સમયે સાવરકુંડલા શહેરનો પ્રાણ પ્રશ્ન બાયપાસ રોડ છેલા પંદર  વર્ષથી અધ્ધરતાલ લટકતો હતો તે અંગે તાકીદે યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાનો શ્રેય મહેશભાઈ કસવાળાને ફાળે જાય છે જયારે દેશભરમાં વજન કાંટા માટે એકમાત્ર સાવરકુંડલા માંજ કાંટા બનતા હતા ને લોખંડના દરેક પાર્ટ્સ થી લઈને મજૂરી સુધી ત્રીસ  હજાર લોકોને રોજગારી પૂરી પાડતો એકમાત્ર ઉઘોગ એ કાંટા ઉઘોગ છે ને દરેક ચૂંટણીઓમાં કાંટા ઉઘોગ માટે જી.આઇ.ડી.સી. ની લોલીપોપ આપવામાં આવતી પણ મહેશભાઈ કસવાળા ચૂંટણી લડવા આવ્યા ત્યારે એકમાત્ર શબ્દો હતા કે કસવાળા કમાવવા માટે ધારાસભ્યની ચૂંટણી લડવા નથી આવ્યા લોકોની વહારે આવીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ચૂંટણી લડવા આવ્યો છું ને હું વચન આપુ છું કે 5 વર્ષની એક તક જો સાવરકુંડલા-લીલીયાની પ્રજા મારા પર વિશ્વાસ મૂકશે તે સાર્થક સાબિત કરવા ખંતથી પ્રયત્ન કરીશ ને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેની તમામ જવાબદારીઓ સાર્થક સાબિત કરી બતાવીશ ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા મહેશભાઈ કસવાળાની જાહેર ભાષણોમાં ઠેકડીઓ ઉડાડતા હતા પણ માત્ર કામમાં માનનારા મહેશભાઇ કસવાળાએ બાયપાસ રોડ શરૂ કરાવીને બોલતી બંધ કરાવી દીધી તો આજે સરકાર શ્રી દ્વારા ઉઘોગ મંત્રી બળવંતસિંહ દ્વારા અમરેલીના સાવરકુંડલા માટે જી.આઇ.ડી.સી.ની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

ને પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા યુવાનોને રોજગારી મળી રહે તે માટે અમરેલી જિલ્લાના સાવરકુંડલાને પ્રાધાન્ય આપીને એકમાત્ર જી.આઇ.ડી.સીની માંગણીઓ લઈને ગાંધીનગર સચિવાલયમાં ધામા નાખીને બેસી રહેતા મહેશભાઈ કસવાળાને જી.આઇ.ડી.સી. ની સૈદ્ધાંતિક મંજૂરી આપીને સરકારના મંત્રીશ્રી દ્વારા કામ કઢવવામાં નિષ્ણાત ધારાસભ્ય ગણાવ્યા હતા ને ટૂંકા ગાળામાં બાયપાસ બાદ રોજગારી નો સૌથી ગંભીર પ્રશ્ન જી.આઇ.ડી.સી.ની સૈદ્ધાંતિક મંજૂરી મળી જતાં જમીન સંપાદન બાદ ની પ્રક્રિયાઓ ઝડપી કરાવીને પણ બેં થી ત્રણ વર્ષના  ગાળામાં સાવરકુંડલા શહેરમાં જી.આઇ.ડી.સી.સ્થપાઈ જશે તેમાં કોઈ મીન મેખ નથી ને જી.આઇ.ડી.સી.નું સ્વપ્ન આગામી દિવસોમાં પૂર્ણ થવાની કાંટા ઉદ્યોગની લાગણીઓ સાવરકુંડલા લીલીયા વિસ્તારની પ્રજાના પ્રતિનિધિ તરીકે મહેશભાઈ કસવાળાએ પૂર્ણ કરવાની પહેલ થી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તેમાં કોઈ બે મત નથી.

ReplyReply allForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/