fbpx
અમરેલી

ઈશ્રમ કાર્ડમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી ઓને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત કર્યા

ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો, બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, રત્નકલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો વગેરે ગરીબી રેખા નીચે જીવતા લોકોને સરકારશ્રી દ્વારા બે લાખ રૂપિયા નો વીમો તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળતી સહાયમાં અગ્રતા આપવા ઈશ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા હતા જેમાં અમરેલી જીલ્લામાં સૌથી વધુ ઈશ્રમ કાર્ડ કાઢી પ્રથમ ક્રમે સાવરકુંડલા, અમરેલી, રાજુલા તાલુકાના ટી.એલ.ઈ. અને ગ્રામ પંચાયતના ઓપરેટરોને માનનીય જીલ્લા વિકાસ અધિકારી ગુરવ દિનેશ રમેશ સાહેબ તથા નાયબ જીલ્લા વિકાસ અધિકારી સી.ડી.રાઠવા સાહેબ ના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારી ઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્યમાં અમરેલી જીલ્લાએ ઈશ્રમ કામગીરી રાજ્યકક્ષાએ ઉતમ કામગીરી કરવામાં આવી હતી.
સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર ના સતત મોનિટરિંગ કરી જીલ્લામાં પ્રથમ ક્રમ મેળવી ટીએલઈ સાવરકુંડલાને પ્રમાણપત્રો સન્માનિત કરવામાં આવ્યા હતા આતકે ઈગ્રામ જીલ્લાના ડીએલઈ જયતિભાઈ સોંદરવા, જીલ્લા ટેક્નિકલ ડિસ્ટ્રીક્ટ મેનેજર ઉદયભાઈ વાવડિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જીલ્લામાં ઈશ્રમ કાર્ડ માટે  દરેક ગ્રામપંચાયતના વી.સી.ઈ. દ્વારા કચેરી ખાતે લોકોના ઘરે ઘરે જઈ, રાત્રી કેમ્પો કરી ઈશ્રમ કાર્ડ કાઢવામાં આવ્યા હતા જેનું સતત મોનીટરીંગ અને ટેક્નિકલ સ્પોર્ટ કરનાર ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ અને અમિતગીરી ગોસ્વામી ને માનનીય જીલ્લા વિકાસ અધિકારી ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/