fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ડીમોલેશનની જગ્યાએ ખનીજ ચોરી અટકાવવા મુખ્યમંત્રી ને લેટર લખતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત

ગુજરાત સરકાર દ્વારા હાલ પોલીસ ફલેગમાર્ચ, સબંધિત વિભાગના મોટા કાફલા સાથે જે જોમથી અમરેલી જીલ્લામાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓની દુકાનોનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે  અમરેલી જિલ્લામાં પસાર થતી નદીઓમાંથી રોયલ્ટી વગર કરોડો રૂપિયાની ખનીજ ચોરીઓ થઇ રહી છે. તેમજ નંબર પ્લેટ વગરના મોટા ટ્રકો, લોડરો સાથે ખનીજ -માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. આ બાબતે અમો દ્વારા પૂર્વે પણ પત્ર વ્યવહાર તેમજ વિધાનસભા માં પણ પ્રશ્ન ઉઠાવેલ છે. તો પણ આ ભૂ-માફિયાઓ દ્વારા ખનીજચોરી કરતા અટકયા નથી. કરોડો રૂપિયાની રેતી ની ચોરી થઇ રહી છે. ત્યારે આપની સરકાર દ્વારા હાલ જે ડીમોલેશન ની પ્રક્રિયા ચાલી રહી છે. તેવી રીતે બિન અધિકૃત ખનીજ ચોરી ને ડામવા કયારે ફલેગમાર્ચ અને મોટા કાફલા સાથે કાર્યવાહી થશે કે કેમ તેવો વેધક સવાલ સાથે  અમરેલી જીલ્લા માં બિન અધિકૃત રીતે ખનીજ ચોરી બાબતે અગાઉ અવાર નવાર પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે. પરંતુ તંત્ર અને સરકાર તેમજ ખનીજ માફીયાઓ વચ્ચે ના સુવાળા સબંધો હોય તેવું હાલ સાબિત થઇ રહ્યું છે. આ બાબતે અમરેલી જીલ્લામાં તંત્ર અને સબંધિત વિભાગ ને સાથે રાખી ફલેગમાર્ચ કે મોટા કાફલા સાથે ખનીજ ચોરી ડામશો કે કેમ ? તેવા વેધક સવાલ સાથે મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠવતા સાવરકુંડલા-લીલીયા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત………..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/