fbpx
અમરેલી

અમરેલી શહેરમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ તથા યોગ જાગરણ રેલી સંપન્ન

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ  સફળ રીતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના આગોતરા આયોજનના ભાગરુપે અને લોકોમાં યોગ અંગેની જાગૃત્તિ આવે, યોગનું મહત્વ સમજાય,  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને તેના મહત્વની જાણકારી મળી રહે, વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તેમજ વધુમાં વધુ લોકો યોગ કરતા થાય તેવા ઉમદા આશયથી કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ અંગે જાગૃત્તિ રેલી યોજાઈ હતી. આ રેલી BAPS ગાંધીબાગ અમરેલી ખાતેથી નીકળી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. આ કાર્યક્રમમાં અમરેલી નગરનાં વિવિધ સંસ્થાઓનાં યોગ સાધકો, શહેરીજનો, ખેલાડીઓ, પોલીસ તાલીમાર્થીઓ, હોમગાર્ડ જવાનો, અધિકારીશ્રી, કર્મચારીઓ સહિત નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

    આ  રેલી ગાંધીબાગથી પ્રસ્થાન કરી ટી.પી.ગાંધી સર્કલ, નાગનાથ સર્કલ, રાજકમલ સર્કલ , ટાવર સર્કલ, રૂપમ ટોકીઝ સર્કલ , ટી.પી. ગાંધી સર્કલથી પરત ગાંધીબાગ પાસે સમાપ્ત થઈ હતી. ‘યોગ ભગાવે રોગ,’  ‘ઘર ઘર જાયેંગે યોગ કરવાયેંગે,’  જેવા નારા સાથે સૌ શહેરી જનોને સંદેશો પાઠવવામાં આવ્યો. આ તકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરથી શ્રી. ડી.જી.ઠુંમર નોડલ અધિકારી વ હિસાબનીશ સૌરાષ્ટ્ર પ્રદેશના કો – ઓર્ડીનેટર શ્રી પ્રીતિબેન શુક્લ, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અશરફ કુરેશી, જિલ્લા કમાન્ડટ હોમગાર્ડ શ્રી અશોક જોશી, પી એસ આઈ શ્રી સોલંકી, જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રી, જયદિપભાઈ ચૌહાણ, બાળરોગ નિષ્ણાંત શ્રી ડો.નીતીન ત્રિવેદી, યુવા વિકાસ અધિકારી શ્રી બારૈયા, શ્રી અગ્રાવત, યોગ બોર્ડ હેઠળના કોચ ટ્રેનર વિવિધ રમતના કોચ ટ્રેનર હાજર રહ્યા હતાં,તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/