fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં પણ ભારે પવન સાથે આંધી..ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો..નળિયાવાળા અને કાચા મકાનોના રહીશો માટે ભારે મુશ્કેલી. 

સાવરકુંડલા શહેરમાં પણ લગભગ સાંજે સાડા પાંચના સુમારે અચાનક પવનનો વંટોળ એવો ઉઠ્યો કે જાણે મીની વાવાઝોડું.. ઘૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો રસ્તા પર પસાર થતાં રાહદારીઓ પરેશાન જોવા મળ્યાં. જો કે વરસાદ નહીં વરસતા થોડે અંશે રાહત ગણાય.. પવનની ગતિ અંદાજિત પીસ્તાલીસ કિલોમીટર હશે એવું પૂર્વાનુમાન છે. જો કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા પરંતુ વરસ્યો નહીં. પવન ફૂંકાવાની સાથે સાવરકુંડલા શહેરમાં વીજળી ગુલ.. જો કે આવા વાતાવરણમાં જીઈબી પણ સતર્કતા રાખતું જ હોય છે. હજુ પણ આકાશમાં કાળા વાદળો છવાયેલા છે. ખાસકરીને ખેડૂતોને માટે આ કમોસમી પરિવર્તન ચિંતાનો વિષય. કેરીના બગીચા ધારકો માટે પણ આ પવન કે કમોસમી વરસાદ શાપરૂપ જ સમજવો રહ્યો. પર્યાવરણમાં થતાં અણધાર્યા ફેરફારો સમગ્ર માનવજાત માટે ખતરાની ઘંટી તો ગણાય જ. જો કે ધોમધખતાં તાપમાં ઠંઠક તો પ્રસરી પણ કમોસમી..!!આંખે ઉડીને વળગે એવાં પર્યાવરણીય ફેરફારો થઈ રહ્યા છે છતાં ચંદ્ર પર અને મંગળ પર પહોંચવાની લ્હાયમાં વિકાસ વિકાસ વિકાસની રટ લગાવી પર્યાવરણનો ખો નીકળી જાય છે. અને તો પણ મનુષ્ય હજુ કુદરત તરફ પાછા ફરવાનું નામ લેતાં ક્યાં જોવા મળે છે?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/