fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર ઝંખે છે એક અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા 

આમ તો હવે ધોરણ એક થી પાંચ માતૃભાષામાં શિક્ષણ આપવાનું સરકારશ્રીએ ઠરાવ્યું છે છતાં પણ લોકોનો અંગ્રેજી માધ્યમ તરફનો ક્રેઝ ઘટતો નથી. એટલે કમસેકમ કમ એક સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા સાવરકુંડલા શહેરની જરૂરિયાત ગણાય ખરી. આમ ગણીએ તો અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં ફીઝનું ધોરણ ઉંચુ હોય આમજનતા અને મધ્યમ વર્ગના માટે આર્થિક દ્રષ્ટિએ એ થોડું આકરું ગણાય. જો સાવરકુંડલા શહેરમાં કમસેકમ કમ એક સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા ઉપલબ્ધ થાય તો સાવરકુંડલા શહેરના મધ્યમ વર્ગના લોકોને પણ આંશિક આર્થિક રાહત થાય.. આ વધતી જતી મોંઘવારી અને વર્ષ પ્રતિવર્ષ મોંઘું થતું શિક્ષણ હવે આર્થિક રીતે આમ આદમીની કેડ ભાંગી નાખે  તેવું થતું જાય છે. આમ તો વધતાં જતાં ખાનગી શિક્ષણના અભિગમ પ્રત્યે લોકોએ પણ પોતાનું વલણ બદલી સરકાર દ્વારા પ્રાપ્ત થઈ રહેલ સરકારી શિક્ષણ વ્યવસ્થા તરફ પરત ફરવાનો સમય પણ આવી ચૂક્યો છે.

સાવરકુંડલા શહેરમાં એક અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થાય એ આમજનતા માટે જરૂરી છે અને સાંપ્રત સમયની માંગ પણ..ખાનગીકરણના ઝોકથી પરત ફરી સરકાર દ્વારા નિર્ભર શાળાઓમાં પોતાના સંતાનોને દાખલ કરવાની સમજ પણ હવે કેળવવી જોઈએ. વાલી સતર્ક થશે તો પણ શિક્ષણ પ્રણાલીમાં ઘણાં ક્રાંતિકારી સુધારા આવી શકે છે.

સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ તથા  શહેરના બાહોશ અને જાંબાઝ પત્રકાર  ઇકબાલભાઈ ગોરીએ તેમના જન્મદિવસ નિમિત્તે તંત્ર પાસે એક સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા ફાળવવા  માટે જાહેર માંગ ઉઠાવી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/