fbpx
અમરેલી

કમસેકમ સપ્તાહમાં એક દિવસ સાયકલનો ઉપયોગ કરીને પણ પર્યાવરણની ખૂબ મોટી સેવા થઈ શકે છે

 વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ખાસ અમરેલી જિલ્લાના નાના એવા શહેર સાવરકુંડલાની પર્યાવરણ ક્ષેત્રે મોટી વાત જાણવા યોગ્ય છે.સાવરકુંડલાના શિવાજી નગરમાં ૧૯૮૯થી સૂર્યોદય વિદ્યા સંકુલ કાર્યરત છે. હાલ આ સંકુલમાં કે જી થી ધો ૧૨માં આશરે ૧૫૦૦ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ શિક્ષણ સંસ્થામાં પર્યાવરણ વિષય ફકત પુસ્તક પૂરતો જ સીમિત નથી. પરંતુ રોજ-બરોજનાં વ્યવહારમાં વિદ્યાર્થીઓ ઉતારે તેવો ખાસ અભિગમ દાખવી, આજથી ૩૦ વર્ષ પહેલાં આખા વિસ્તારમાં દેશી કૂળનાં વૃક્ષો વાવેલા અને વિદ્યાર્થીઓએ ખૂબજ જાળવણી કરી એકે એક વૃક્ષો ઉજેર્યા અને અત્યારે આખો વિસ્તાર જાણે નંદનવન જોઈ લ્યો.તમે આ વિસ્તારમાં આવો તો જાણે બરોડા શહેરનો કોઈ વિસ્તાર હોય તેવો અહેસાસ  થાય છે.આ સમગ્ર લીલી વનરાજી પાછળ, સાવરકુંડલા શહેરનાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ ડી.કે.પટેલ અને સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળનાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણની મહેનત લેખે લાગી છે. બીજી ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, આ દરેક વૃક્ષને ઋષિમુનિઓ, વૈજ્ઞાનિકો, વીર શહીદો, સ્વાતંત્ર્ય સેનાનીઓનાં નામ આપવામાં આવ્યા છે. જેથી કોઈ વૃક્ષને નુકશાન પહોંચાડવામાં અચકાય..!!

આ શિક્ષણ સંસ્થામાં ચોમાસા દરમિયાન બાળકો પોતાનાં જન્મ દિવસની શુભેચ્છારૂપે પોતાનાં વર્ગના મિત્રોને એક એક વૃક્ષ ભેટ આપે છે. આ ઉપરાંત, એક પર્યાવરણ બ્રિગેડ બનાવવામાં આવી છે, જે દર સપ્તાહે શહેરનાં જુદા જુદા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં, વિદ્યાર્થીઓ પોતાની સાયકલ લઈને ઘૂમે છે, જેનો મુખ્ય સંદેશો એ છે કે, કમ સે કમ સપ્તાહમાં એકવાર સાયકલનો ઉપયોગ કરો તો પણ  પર્યાવરણની ખૂબ મોટી સેવા ગણાશે. આ સાયકલ બ્રિગેડમાં સૌથી આગળ, આજે ૫૫ વર્ષની ઉંમરે પોતાની સાઇકલ લઇને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ હોય છે. આ ઉપરાંત પોતે ખાસ ઇંગ્લેન્ડ ની બનાવટની સંપૂર્ણ એલ્યુમિનિયમની સૌથી જુની બ્રાન્ડ ” રેલે ”  કંપનીની સાઇકલ ઘણાં વર્ષોથી ચલાવે છે, દરરોજ નિયમિત વહેલી સવારે પાંચ વાગ્યે સાવરકુંડલાથી ૧૫ કી. મી. ઓળીયા ગામ સુધી સાયકલિંગ કરે છે. આ ઉપરાંત સાંજે નિયમિત ૫ કી.મી.વોકિંગ પણ કરીને આજના યુવાનોને પર્યાવરણની સાથે પોતાની ફિટનેસ જાળવવા અપીલ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/