fbpx
અમરેલી

લીલીયા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોઇયા અને મદદનીશની આવશ્યક્તા

લીલીયા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં મધ્યાહન ભોજનના સંચાલક-કમ-કુક (વ્યવસ્થાપક), કુક-કમ-હેલ્પર (રસોઇયા) અને હેલ્પર (મદદનીશની) આવશ્યક્તા છે. આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં લીલીયા તાલુકાની પુંજાપાદર, લોકા, શેઢાવદર, ખારા શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક-કમ-કુક (વ્યવસ્થાપક)ની આવશ્યકતા છે. જ્યારે શેઢાવદર, ક્રાંકચ કુમાર, પાંચતલાવડા કુમાર, લોકીની શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર માટે કુક-કમ-હેલ્પર (રસોઇયા)ની આવશ્યકતા છે. જ્યારે લીલીયા તાલુકાની જાત્રોડા, પાંચ તલવાડા કુમાર શાળામાં હેલ્પર (મદદનીશ)ની આવશ્યકતા છે. આ જુદાં જુદાં પદ માટે અલગ અલગ લાયકાત ધરાવતા હોય તેવી આવશ્યકતા છે. જેમાં ઉમેદવારની ઉંમર જાહેરનામાની તારીખ ઓછામાં ઓછી ૨૦-૬૦ વર્ષની હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધો.૧૦ પાસ હોવી જોઈએ. આ અંગે નિયત નમૂનામાં અરજી પત્રકો મામલતદાર કચેરી, લીલીયા ખાતેથી જાહેર રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન મધ્યાહન ભોજન શાખામાંથી  તા.૨૧ જુન, ૨૦૨૩ સુધી બપોરના ૨.૦૦ કલાક સુધી ભરી જરુરી આધાર પુરાવા સાથે મામલતદારશ્રી લીલીયાની કચેરીના રજિસ્ટ્રી ટેબલ પર પહોંચાડવાનું રહેશે. નિયમોનુસારની અરજી, લાયકાત, વય મર્યાદા તથા સરકારશ્રી દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને રુબરુ મુલાકાત માટે બોલવવામાં આવશે, તેમ મામલતદારશ્રી લીલીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/