fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં રઘુવંશી સમાજના આર્થિક ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી રઘુવંશી સેવિંગ્ઝ કોઓપરેટીવ સોસાયટી લીમિટેડ

સાવરકુંડલા શહેરમાં આવેલ રઘુવંશી સમાજના આર્થિક વિકાસ માટે સહયોગી થવાના ઉદ્દેશ સાથે અહીં કાર્યરત શ્રી રઘુવંશી સેવિંગ્ઝ  કોઓપરેટીવ સોસાયટી લીમિટેડ નામની સંસ્થા દ્વારા લગભગ  છેલ્લા અઠયાવીશ વરસથી રઘુવંશી સમાજના સોસાયટીના શેર સભાસદોને સારું વળતર (ભેટ) આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે નિયમિત રીતે શેર ડિવિડન્ડ પેટે પણ સારી એવી રકમ આપવામાં આવી રહી છે. તેમજ દર બે વર્ષે નિયમિત રીતે સંસ્થાના નિયમોને આધિન એક ભેટ પણ આપવામાં આવે છે

આ વર્ષે પણ ભેટ આપવાનું કાર્ય શરૂ છે. અને જે શેરસભાસદ ભેટ પસંદની યાદી કરાવી ગયાં છે તેવા આ સંસ્થાના સભાસદોને તારીખ ૧૨-૬-૨૦૨૩ સુધીમાં પોતાની ભેટ સંસ્થાની ઓફિસે  આવી સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ અને બપોરે ૪ થી ૭ વાગ્યા સુધીમાં મેળવી લેવી એવી જાહેર યાદી આ સંસ્થાના મેનેજમેન્ટ કમિટી વતી મેનેજર દ્વારા જાણ કરવામાં આવી છે. આ સાથે છેલ્લા બે વર્ષનું ડિવિડન્ડ પણ સંસ્થાના નિયમ મુજબ લાયક સભાસદોને ચૂકવવામાં આવી રહ્યું છે. આમ તો શ્રી રઘુવંશી સેવિંગ્ઝ કો ઓ. સોસાયટી લીમિટેડ સાવરકુંડલાના અગ્રણી રઘુવંશી આર. કે. ગઢીયા સમેત અન્ય રઘુવંશી જ્ઞાાતિના શ્રેષ્ઠીઓ આ સંસ્થાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતાં જોવા મળેલ છે. આ સંસ્થામાં હાલ મેનેજર તરીકે અમરીશ કુમાર મહેશભાઈ સચદેવ સેવા આપી રહ્યા છે આ સંસ્થાના  રઘુવંશી સભાસદોને સંસ્થાના નિયમ મુજબ લોન પણ આપી રઘુવંશી જ્ઞાાતિના લોકોને આર્થિક રીતે પગભર કરવાનો નમ્ર પ્રયાસ પણ કરે છે. પ્રસ્તુત તસવીરમાં શ્રી રઘુવંશી સેવિંગ્ઝ કોઓપરેટીવ સોસાયટી લીમિટેડ દ્વારા તેમના સભાસદ અને સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના પરિવારને તેમની સભાસદ ભેટ અર્પણ કરતાં જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/