fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને બાબાપુર પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ઉજળા પરિણામો મળી રહ્યા છે. છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન ગુજરાતમાં બાળકોના નામાંકનનો દર ૭૫ ટકાથી વધીને ૧૦૦ ટકાની નજીક પહોંચ્યો છે તે એક રાજ્ય સરકારની સિદ્ધિ છે. કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરતી વિવિધ યોજનાઓના અમલીકરણથી ધો. ૧ થી ધો.૮ની બાળાઓનો ડ્રોપઆઉટ દર ૨૨.૮ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો છે. આજે શિક્ષા ક્ષેત્રે થયેલી રાજ્ય સરકારની પ્રગત્તિ આભને આંબી ગઈ છે.  અમરેલીના  બાબપુર પ્રાથમિક શાળા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો. ૧૦ કન્યા અને ૫ કુમાર સહિત કુલ ૧૫ ભૂલકાઓએ બાલવાટિકામાં શાળા પ્રવેશ કરીને શાળાના પટાંગણની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ભૂલકાઓને સ્કૂલ બેગ કીટ, વોટર બોટલ અને હેલ્થ કાર્ડ સહિતની કિટનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ. મહત્વનું છે કે, નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયાએ બાબાપુર સાથે તરવડા અને મેડી ખાતે પણ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

        શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયાએ ભારતના દુરંદેશી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારની શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યાત્રાની સિદ્ધિઓ અને સંસ્મરણો વાગોળ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ જીવનની શરુઆત એ બાળકના ઘડતર અને તેના વિકાસનું પ્રથમ પાયાનું પગથિયું છે. રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે અવિરત અને સતત સુધારણા કરવા પ્રયત્નશીલ છે.

       બાબાપુર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ-૨૦૨૩માં અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલ દુધાત, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી શંભુભાઈ મહિડા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રવીણબાઈ ચાવડા,  બાબાપુર ગામ સરપંચ શ્રી હર્ષાબેન ચાવડા, શાળાના આચાર્યા શ્રી સુમિતાબેન સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/