fbpx
અમરેલી

આગામી એક અઠવાડિયા સુધી અગરિયાઓ અને માછીમારોને દરિયાઇ વિસ્તારમાં પ્રવેશ ન કરવા અનુરોધ

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ અને જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘની ઉપસ્થિતિમાં વાવાઝોડાની સંભવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ લેવા અંગેના આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી.

 કલેકટરશ્રીએ વાવાઝોડાની સંભંવિત સ્થિતિ સામે રક્ષણાત્મક પગલાઓ ભરવા અને આગોતરી તૈયારીઓ વિશેની વિગતો પ્રાંત અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. કલેકટરશ્રીએ સૂચના આપતા જણાવ્યુ કે, આગામી એક અઠવાડિયા સુધી અગરિયાઓ અને માછીમારો દરિયાઇ વિસ્તારમાં પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. આગામી સમયમાં ૫૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથોસાથ મર્યાદિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને છૂટક-છૂટક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવનાઓ રહેલી છે.

        ડરવાની, ગભરાવાની જરુર નથી અને અફવાઓ પર ધ્યાન દેવું જોઇએ નહિ. કાંઠા વિસ્તારમાં હરવું-ફરવું નહિ અને સલામત સ્થળે આશ્રય મેળવવો. સાવચેતીના આગોતરાં પગલાઓ ભરવા તે વધુ મહત્વનું છે.

કલેકટરશ્રીએ જણાવ્યુ કે, રાજુલા-જાફરાબાદના દરિયાઇ કાંઠા વિસ્તાર ઉપરાંત ખાંભા, લાઠી,લીલીયા, ધારી તેમજ સાવરકુંડલા સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ અંગેની જાણ કરવામાં આવે. વરસાદ અને વીજળી જેવા સમયે આશ્રય તરીકે વૃક્ષનો ઉપયોગ ટાળવો જોઇએ. ભીની થયેલી દિવાલો બાજુ કે અડકીને બેસવું નહિ. રાજુલા-જાફરાબાદના ઔદ્યોગિક વિસ્તારોમાં નુકશાન ન થાય તે માટે જાણ કરવી. રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આરોગ્ય માટેના કંટ્રોલ રુમને શરુ રાખવો અને સંપર્ક કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા સૂચના આપી હતી. નીચાણ વાળા વિસ્તારમાં હોય તેમને ખસેડવા માટેની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી. સમાજ વાડીઓ કે શાળાઓની સ્થિતિ અને યાદી બનાવી તેને આશ્રય સ્થાન તરીકે જાહેર કરી જરુરિયાતમંદોને ખાસ કરીને કાચા મકાન કે કાંઠા વિસ્તારમાં વસતા હોય તેમને સલામત સ્થળે ખસેડવા શાળાના મકાનોનો ઉપયોગ કરવો. આ કામગીરી માટે માઇક્રો પ્લાનિંગ સાથે ૧૦૮ સેવાઓ સાથે સંકલન કરવું.

ભારે પવનને કારણે પડી જતાં વૃક્ષોને રસ્તાઓ પરથી ખસેડવા માટે કાર્યરત રહેવું. વીજ વિભાગની ૯૮ જેટલી ટીમ પણ આ સંભંવિત સ્થિતિને પહોંચી વળવા માટે તૈનાત રહેશે. મકાન પર હોય તે સોલાર પેનલ કે અન્ય સાધનોને સલામત સ્થળે મૂકવા નાગરિકોને અનુરોધ કરવાામાં આવ્યો છે. આ સ્થિતિમાં તરવૈયાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. વાંઢ અને ચિત્રાસર ખાતેના આશ્રય સ્થાનો પર જનરેટરની સુવિધા છે કે કેમ અને પૂરતી માત્રામાં ફ્યુઅલ જથ્થો ઉપલબ્ધ છે કે કેમ તે અંગે ચકાસણી કરવી.

જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંઘે સૂચના આપતા કહ્યુ કે, દરિયાઇ વિસ્તારોમાં બોટ હોય તે બોટ બચાવવા માટે કોઇ વ્યક્તિ ન જાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહે છે.

નિવાસી અધિક કલેકટરશ્રી વાળાએ તાલુકા કંટ્રોલ રુમ ખાતે નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરને ફરજ સોંપવા આદેશ કરવા પ્રાંત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. વાહન અને તેના ફયુઅલની વ્યવસ્થા કરવી. ઇમરજન્સી સ્થિતિ હોય ત્યારે સંપર્ક કરવા માટેના સંપર્ક નંબરની યાદી તૈયાર કરવી. 

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી વાળા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, આરોગ્ય, પંચાયત, શિક્ષણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોલીસ, મહેસૂલ, માર્ગ અને મકાન, વીજ પુરવઠો, નગરપાલિકા, પશુપાલન, ખાણ-ખનીજ સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ બેઠકમાં જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/