fbpx
અમરેલી

સંભવિત સાયક્લોન ‘બિપરજોય’ના પગલે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની આગોતરી તૈયારી

 સંભવિત સાયક્લોન ‘બિપરજોય’ના પગલે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક જિલ્લાઓ અસરગ્રસ્ત થવાની શ્કયતાઓ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાવચેતી અને અગમચેતીના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરી દેવામાં આવી છે.  અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અગમચેતી સ્વરુપ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે સતત કામ કરવામાં આવી રહ્યું છે.  રાજુલા નગરપાલિકા દ્વારા સંભવિત સાયક્લોનના પગલે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. બી.ડી. કામદાર વિસ્તાર, જાફરાબાદ મુકામેથી, તત્વજ્યોતિ વિસ્તાર, મફતપરા વિસ્તાર સહિતના લોકોને જે.એ.સંઘવી હાઇસ્કૂલ,-રાજુલા, વડનગર પ્રાથમિક શાળા-૧, કન્યા શાળા નં.૨-રાજુલા, શ્રમજીવી પ્રાથમિક શાળા-રાજુલા ખાતે સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. રાજુલા નગરપાલિકા દ્વારા કુલ ૨૮૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડાના પગલે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સતત સક્રિય છે અને અગમચેતી અને સાવચેતી સ્વરૂપે રક્ષણાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે. સંભવિત સાયક્લોનના પગલે સમગ્ર જિલ્લાના લોકોને સાવચેત રહેવા ઉપરાંત  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના સહ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/