fbpx
અમરેલી

અમરેલી અભયમ અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારની ઘટના યુવતીએ યુવાનને મેસેજ કર્યો ‘હું સ્યુસાઈડ કરું છું, મેસેજ ન કરતો યુવકે ૧૮૧માં કૉલ કરીને જાણ કરતા ટીમ પહોંચી

અમરેલીના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતે આપઘાત કરવા માટે જઈ રહી હોવાનો મેસેજ કરતા ખળભળાટ મચી ગયો હતો અને યુવતીને બચાવવા માટે ૧૮૧ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ અંગેની વિગતો આપતા અમરેલી ૧૮૧ ટીમના રોબીના બ્લોચે જણાવ્યું કે, એક યુવક દ્વારા ૧૮૧માં ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે એક છોકરી દ્વારા તેને એવો મેસેજ કરવામાં આવ્યો છે કે તે સ્યુસાઈડ કરવા જઈ રહી છે અને હવે તેને કોઈપણ પ્રકારનો મેસેજ કરવો નહીં જેથી આ યુવતીને તાત્કાલીક બચાવી લેવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતા જ અમરેલી ૧૮૧ની ટીમ યુવતીના સરનામા પર પહોચી ગઈ હતી અને યુવતીનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવવામાં આવી હતી અને તેને સમજાવવામાં આવી હતી. ઘટના સ્થળેથી જાણવા મળ્યું કે, આ યુવક અને યુવતી એક સાથે એક સંસ્થામાં કોર્સ કરતા હતા અને તેનાથી બન્ને સંપર્કમાં આવ્યા બાદ યુવક અવાર નવાર તેને કૉલ કર્યા કરતો હતો અને નંબર બ્લોક એના કર્યા બાદ બીજા નંબર પરથી કૉલ કરતો હતો. એ નંબર પણ બ્લોક કરતા ત્રીજા નંબરથી કૉલ કરતો હતો. આથી યુવતીએ તેનાથી કંટાળી જઈને પોતે સ્યુસાઈડ કરી રહી છે અને હવે કોઈ મેસેજ કરતો નહીં તેવો મેસેજ કર્યો હતો. આથી ૧૮૧ની ટીમ દ્વારા આ યુવતીને આવું કંઈપણ બને તો ગમે ત્યારે ૧૮૧ની મદદ લેવા માટે સમજાવવામાં આવ્યું હતું અને તેને જરુરી માહિતી આપી હતી તેમજ રાજુલા પોલીસ દ્વારા પણ યુવતી તેની સામે ફરિયાદ કરવા માગણી ન હોવાથી યુવાનને કકડ શબ્દોમાં સમજાવીને ચેતવણી અપાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/