fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના દોલતી ગામના ગુજસીટોકના પાંચેય આરોપીઓને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ગૌતમ પરમાર-ભાવનગરનાઓએ સમગ્ર ભાવનગર રેન્જમા માથાભારે શખ્સો દ્વારા પોતાનો ભય સમાજમા રહે તે માટે ગુન્હા આચરતા હોય જેવા ગુન્હાઓના આરોપીઓને તાત્કાલીક ધોરણે પકડવા તેમજ ધોરણસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના મુજબ તથા એચ.બી.વોરા-નાયબ પોલીસ અધિક્ષક, સાવરકુંડલા વિભાગ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ તેમજ ઇચા.પો.ઇન્સ.જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમ દ્વારા મિતીયાળા ઓ.પી.ના દોલતી ગામે ગુજસીટોક તેમજ પોકસોનો પેરોલ જમ્પ દાદા ઉર્ફે દદેશ નાથાભાઇ ચાંદુએ ઉપર થયેલ પોકસોના કેસના ફરીને કેસમા સમાધાન કરવા અવાર નવાર ફોન દ્વારા ધમકીઓ આપી તેમજ પોતાના મળતીયાઓને ફોન દ્વારા ગુન્હાહીત કાવતરૂ રચી ફરીયાદી ના રહેણાંક મકાનના ડેલામા આગ લગાવી તેમજ સાહેદોના ડેલા ઉપર તીક્ષણ હથીયારના ઘા મારી ભય ઉત્પન્ન કરી પાંચેય અજાણ્યા ઇસમોએ ગુન્હો આચરેલ હોય જે પાંચેય અજાણ્યા ઇસમોની ઓળખ તેમજ નામ સરનામા મેળવવા ખાનગી બાતમીદારો તેમજ સી.સી.ટી.વી ફુટેજ મેળવી તેમજ ટેકનીકલ સોર્સ દ્વારા ગુન્હામા ઉપયોગ થયેલ વાહન નંબર મેળવી ગણતરીની કલાકોમા પાંચેય આરોપી તેમજ ગુન્હામાં ઉપયોગ કરેલ વાહન પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીઓ ની વિગત
(૧) રાહુલભાઇ મહેશભાઇ ઉગરેજા ઉ.વ.૨૩ રહે.રાજકોટ
(૨)હર્ષભાઇ પ્રકાશભાઇ મહેતા ઉ.વ.૨૦ રહે દોલતી તા સાવરકુંડલા
(૩)હર્ષરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉ.વ ૨૦ રહે.દોલતી તા સાવરકુંડલા
(૪)પ્રદિપસિંહ ચેતનસિંહ ચૌહાણ ઉ.વ.૨૦ રહે.રાજકોટ
 (૫)આશીષભાઇ ઉર્ફે કાલી ચમનભાઇ રજવાડીયા ઉ.વ.૨૩ રહે.રાજકોટ

આ કામગીરી ઇ.ચા.પો.ઇન્સ.જે.કે.મોરી તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ ની રાહબારી હેઠળ સર્વેલન્સ ટીમના અના હે.કો યુવરાજસિંહ સરવૈયા તથા હુસેનભાઇ મકવાણા તથા ભરતભાઇ ડાભી તથા PC કુલદિપસિંહ જાડેજા તથા જયપાલસિંહ ગોહિલ તથા ભાવેશદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/