fbpx
અમરેલી

21 જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે અમરેલી જીલ્લાના તમામ હોમગાર્ડ જવાનો દ્વારા યોગની તૈયારીઓ શરૂ કરવામાં આવી

          આગામી તારીખ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગ દ્વારા તંદુરસ્ત અને નિરોગી જીવન રહેવા યોગ ખૂબજ જરૂરી છે ત્યારે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોક જોષી ની સૂચનાથી જીલ્લાના તમામ હોમગાર્ડ યુનિટ ના જવાનો દ્વારા વિશ્વ યોગ દિવસની તૈયારીઓને લઈને ચાર દિવસ સુધી 18 યુનિટ કચેરીઓ અને તમામ તાલુકા મથક ખાતે હોમગાર્ડ જવાનોની યોગ પરેડ યોજાશે. જેના ભાગરૂપે અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અને દામનગર હોમગાર્ડ ઈ.ઓફિસર કમાન્ડિંગ અમિતગીરી ગોસ્વામી દ્વારા યુનિટના તમામ જવાનોને યોગ બાબતેના ફાયદાઓ, વિવિધ પ્રકારના યોગના દાવો, યોગથી તંદુરસ્ત અને નિરોગી જીવન તથા લોકોમાં  યોગ બાબતે જાગૃતિ આવે અને હોમગાર્ડ જવાનો લોકોને યોગ શીખવાડે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
     યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવા, લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગો ને ઘટાડવા, સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા, લોકોને તણાવ મુક્ત બનાવવા યોગ દ્વારા લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા, લોકોમાં એ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીમાંથી છૂટકારો મળી શકે છે. ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ વડી કચેરી ની સૂચના અને જીલ્લા કમાન્ડન્ટ ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ હોમગાર્ડ જવાનો દ્વારા યોગ ની તૈયારીઓ અને ચાર દિવસ સુધી યોગ પરેડ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમ દામનગર સિનિયર પ્લાટુન કમાન્ડર મહેશભાઈ રાજ્યગુરૂએ જણાવ્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/