fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ૦૯ શહેરોમાં નગરપાલિકા અને ૧૧ તાલુકાઓમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થશે

આ વર્ષે સમગ્ર દેશમાં જી-૨૦ ગ્લોબલ સમિટની થીમ ‘એક વિશ્વ, એક સ્વાસ્થ્ય’ આધારિત આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. સમગ્ર રાજ્યમાં પણ હર્ષોલ્લાસ સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ, હર ઘરના આંગણે યોગ’ના નારા સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ઉજવાશે. અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષા ઉપરાંત ૦૯ શહેરમાં નગરપાલિકા કક્ષાએ અને  lતાલુકા કક્ષાએ ૧૧ સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. તમામ કાર્યક્રમની શરુઆત સવારના ૫.૪૫ કલાકથી થશે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આ કાર્યક્રમોમાં જિલ્લાના નાગરિકોને સ્વયંભૂ જોડાવા માટે અપીલ છે. નિરામય સ્વાસ્થ્ય અને વસુધૈવ કુટમ્બકમની ભાવના સાથે અમરેલી જિલ્લાના નાગરિકો પણ આ યોગ ઉત્સવમાં જોડાઈ અને પોતાની સાથે વિશ્વ કલ્યાણ માટે સહભાગી બને તેવો પ્રયાસ છે.

     નગરપાલિકા કક્ષાના કાર્યક્રમના સ્થળોમાં અમરેલીમાં હિરક બાગ, ફાયરસ્ટેશન, અમરેલી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કુલ, બગસરા ખાતે, બાબરા સ્થિત શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ, લાઠી સ્થિત શ્રી કલાપી વિનય મંદિર,  દામનગર સ્થિત એમ.સી. મહેતા હાઈસ્કુલ, રાજુલા સ્થિત શ્રી. જે.એન. સંઘવી હાઈસ્કુલ, ચલાલાના મીઠાપુર સ્થિત શ્રી ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, સાવરકુંડલા સ્થિત ઓપન એર થિયેટર, જાફરાબાદના ઉના રોડ સ્થિત બગીચાની સામેની જગ્યા ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.

     જિલ્લામાં ૧૧ તાલુકા કક્ષાએ યોજનાર કાર્યક્રમમાં અમરેલી તાલુકાનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, તરવડા ખાતે યોજાશે. સાવરકુંડલા તાલુકાનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે યોજાશે. બગસરા તાલુકાનો કાર્યક્રમ શ્રી કે.લાલ હાઈસ્કુલ, માવજીંજવા ખાતે યોજાશે. બાબરા તાલુકાનો કાર્યક્રમ, કમળશી ગર્લ્સ હાઈસ્કુલ, બાબરા ખાતે યોજાશે. લીલીયા તાલુકાનો કાર્યક્રમ, અમૃતબાઈ હાઈસ્કુલ, લીલીયા ખાતે યોજાશે. લાઠી તાલુકાનો કાર્યક્રમ, તાલુકા પ્રાથમિક શાળા નં.૦૧ તા.લાઠી ખાતે યોજાશે. રાજુલા તાલુકાનો કાર્યક્રમ, બાલ ક્રિષ્ના વિદ્યાપીઠ, રાજુલા ખાતે યોજાશે. ધારી તાલુકાનો કાર્યક્રમ, જી.એન. દામાણી હાઈસ્કલ, ધારી ખાતે યોજાશે. જાફરબાદ તાલુકાનો કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા, વઢેરા ખાતે યોજાશે. ખાંભા તાલુકાનો કાર્યક્રમ, જે.એન. મહેતા હાઈસ્કુલ, ખાંભા ખાતે યોજાશે. કુંકાવાવ-વડિયા તાલુકાનો કાર્યક્રમ, શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કુલ વડિયા ખાતે યોજાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/