fbpx
અમરેલી

મતીરાળા આરોગ્ય કેન્દ્ર માં મેલેરિયા વિરોધી કામગીરી નું આયોજન

લાઠી ના તાલુકા હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા ની સૂચના થી મેડિકલ ઓફિસર ડો સાગર પરવડિયા ના માર્ગદર્શન હેઠળ મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના તમામ ગામો માં બે તબક્કા માં મેલેરિયા વિરોધી કામગીરી નું આયોજન કરવા માં આવેલ છે. જેમાં મતીરાળા આરોગ્ય કેન્દ્ર ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેલ અને ફિમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા તમામ ગામો માં ઘરે ઘરે જઈ સર્વેલન્સ કરી શંકાસ્પદ મેલેરિયા કેસો ની લોહી ની તપાસ કરી સારવાર આપવા મા આવી હતી. ઉપરાંત, પાણી ભરવાના પાત્રો ની ચકાસણી કરી પોરા નાશક કામગીરી કરેલ હતી. તમામ શાળાઓ માં જઈ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો ની ઉત્પત્તિ અને તેનો ફેલાવો અટકાવવા લેવાતા પગલાંઓ ની જાણકારી આપી, ગપ્પી માછલી દ્વારા થતી પોરભક્ષક કામગીરી નું જીવંત નિદર્શન કરી આરોગ્ય શિક્ષણ આપેલ હતું. ઉપરાંત, ગ્રામજનો ને પોતાના બંધિયાર રહેતા પાણી ના સ્ત્રોતો માં નાખવા માટે મતિરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે થી જીવંત ગપ્પી માછલીઓ આપવા આવેલ હતી. સુપરવાઇઝર બાલમુકુંદ જાવિયા, જયેશ રાજ્યગુરુ, ધર્મેશ વાળા અને કોકિલા રાઠોડ દ્વારા તમામ ગામો ની મુલાકાત લઈ થયેલ કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/