fbpx
અમરેલી

ખાંભા તાલુકાના પાટી ગામે માતા – પુત્રની હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી, ખુનનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.

સાંજના પાંચેક વાગ્યાથી તા.૨૭/૦૬/૨૦૨૩ નાં કલાક અગિયાર વાગ્યાના સમય દરમિયાન ખાંભા તાલુકાના પાટી ગામની સીમમાં આવેલ સુરેશભાઈ જીવરાજભાઇ સુહાગીયાની વાડીએ અજાણ્યા ઇસમો કોઇ પણ ઇરાદે આવી, સુરેશભાઇ જીવરાજભાઈ સુહાગીયા, ઉ.વ.૬૫, રહે.પાટી, તા.ખાંભા, જિ.અમરેલી વાળાને ગળા તથા માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થ વડે તેમજ સુરેશભાઇના માતા દુધીબેન ઉ.વ.૫ ને માથામાં જીવલેણ ઇજાઓ કરી, બન્નેના મોત નિપજાવેલ હોય, જે અંગે જીતેન્દ્રભાઇ ઘુસાભાઈ સુહાગીયા, ઉ.વ.૩૩, રહે, પાટી, તા.ખાંભા, જિ.અમરેલી વાળાએ ફરીયાદ જાહેર કરતા ખાંભા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૩૦૨૬૯/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૪૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો અજાણ્યા આરોપી વિરૂધ્ધ રજી. થયેલ. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન જેવા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ ગુના વાળી જગ્યાની વિઝીટ કરેલ અને આ ખુનના ગુનાને અંજામ આપી, નાસી જનાર અજાણ્યા આરોપીને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સાવરકુંડલા ડિવિઝનના નાચબ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા નાઓના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. તથા જિલ્લાની જુદી જુદી ટીમો બનાવી, આરોપીને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. શકદારોને ચેક કરવામાં આવેલ. ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા મરણ જનાર સગા સબંધીઓની પુછપરછ કરી, આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ. અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ દરમિયાન બે શકમંદ ઇસમોને રાઉન્ડ અપ કરી તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) મનસુખ ઉર્ફે મનો ઉર્ફે મુન્નો નાનજીભાઈ વાઘેલા,ઉ.વ.૩૭, રહે.ફાટસર તા.ગીરગઢડા, જિ.ગીર

સોમનાથ. હાલ રહે.ઉગલવાન, વાડી વિસ્તાર, તા.મહુવા, જિ.ભાવનગર,

(૨) નરેશ ઉર્ફે નરીચો નાનજીભાઇ વાઘેલા, ઉ.વ.૨૩, રહે.ફાટસર, તા.ગીરગઢડા, જિ.ગીર સોમનાથ. હાલ

રહે.ઉગલવાન, વાડી વિસ્તાર, તા.મહુવા, જિ.ભાવનગર.

પકડાયેલ આરોપીઓની પુછ પરછ દરમિયાન ખુલવા પામેલ હકિકતઃ-

પકડાયેલ આરોપીઓ પૈકી મનસુખ ઉર્ફે મનો અગાઉ પાટી ગામની બાજુમાં આવેલ નેસડી ગામની સીમમાં વાડી ભાગવી રાખી રહેતો હોય, જેથી સુરેશભાઇની વાડી મકાનથી વાકેફ હોય અને આ કામે મરણ જનાર સુરેશભાઇ જીવરાજભાઇ સુહાગીયા રહે.પાટી, તા.ખાંભા વાળા ગામના લોકોને પૈસાની જરૂરીયાત હોય, તો આ સુરેશભાઈ ગામ લોકોને પૈસા ઉછીના આપતા હોવાનું જાણતો હોય, જેથી મનસુખ ઉર્ફે મનાને પૈસાની જરૂરીયાત પડતા મનસુખ તથા તેનો ભાઇ નરેશ એમ બન્ને ગઇ તા.૨૬/૦૬/૨૦૨૩ ના રોજ પાટી ગામે ચોરી કરવાના ઇરાદે રાત્રીના આશરે દસેક વાગ્યે આવેલ, ત્યાં વાડીએ આ સુરેશભાઇ જાગતા હોય અને બેટરી માસ્તા, સુરેશભાઈ આ મનસુખને ઓળખી જતા, મનસુખે વાડીમાં પડેલ ખેતીના ઓજાર ખંપાળી વડે સુરેશભાઇને માથામાં મારતા, સુરેશભાઇ પડી જતા સુરેશભાઇના હાથમાંથી કુહાડી લઇ મનસુખે માથામા તથા ગળાના ભાગે ગંભિર ઇજાઓ કરી મોત નિપજાવેલ બાદ બન્ને વાડીમાં આવેલ મકાને જતા જયાં સુરેશભાઇના માતા દુધીબેન રૂમની બહાર સુતા હોય અને મકાનના રૂમમાં તાળુ મારેલ હોય જેથી દુધીબેનને મકાનના રૂમની ચાવી તથા પૈસા આપવા કહેતા, આ વખતે દુધીબેન દેકારો કરવા લાગતા આરોપી મનસુખ પાસેથી નરેશએ કુહાડી લઇ, કુહાડી વડે આ દુધીબેનને માથામાં ગંભિર ઇજા કરી, મોત નિપજાવેલ. અને મકાનના રૂમનું લોક તોડી અંદર તપાસ કરતા કોઇ રોકડ રકમ નહિ મળી આવતા આ બન્ને ત્યાંથી નાસી ગ્યેલ.આ બનાવ ઉપરાંત આજથી અઢી વર્ષ પહેલા આરોપી મનસુખ ઉર્ફે મનો પાટી નેસડી ગામની સીમમાં મજુરી કામ કરતો હોય તે વખતે મરણ જનાર સુરેશભાઇના ભાઇ અરવિંદભાઇની વાડીએથી લાકડા તથા બોર લઇ ગયેલ હોય જે બાબતે અરવિંદભાઇએ ઠપકો આપતા જે બાબતનું મનદુઃખ રાખી, મનસુખ ઉર્ફે મનો નાનજીભાઇ વાઘેલાએ આ અરવિંદભાઇને લાકડાના બડીયા વતી માથામાં ગંભીર ઇજાઓ કરી, મોત નિપજાવેલ જે અંગે અરવિંદભાઇના પત્નીએ ફરીયાદ આપતા ખાંભા પો.સ્ટે.માં ખુનનો ગુનો રજી. થયેલ. જે ગુનામાં આ મનસુખ ઉર્ફે મનાને અટક કરી, જેલ હવાલે કરવામાં આવેલ.

પકડાયેલ આરોપી મનસુખ ઉર્ફે મનો નાનજીભાઇ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસઃ-

પકડાયેલ આરોપી મનસુખ ઉર્ફે મનો નાનજીભાઇ વાઘેલા નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ,

(૧) ખાંભા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૧૦૦૧૯/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૦૨, તથા (૨) ગીર ગઢડા પો.સ્ટે. (ગીર સોમનાથ) પ્રોહી, ગુ.ર.નં. ૭૬/૨૦૧૭, પ્રોહી. કલમ ૬૬(૧)બી, ૮૫(૧)૩ મુજબ.

પકડાયેલ આરોપી નરેશ નાનજીભાઇ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસઃ- પકડાયેલ આરોપી નરેશ નાનજીભાઇ વાઘેલા નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

(૧) કોડીનાર પો.સ્ટે.(ગીર સોમનાથ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૨૨૨૦૨૯૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.

(૨) ચોરવાડ પો.સ્ટે. (જુનાગઢ) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૩૦૧૨૨૦૦૦૨૭/૨૦૨૦, આઇ.પી.સી. કલમ

૩૨૩, ૧૧૪, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ, (૩) ગીર ગઢડા પો.સ્ટે. (ગીર સોમનાથ) એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૧૨૦૦૬૧૦/૨૦૨૦, આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૭ મુજબ,

(૪) સુત્રાપાડા પો.સ્ટે. (ગીર સોમનાથ) કુ. ગુ.ર.નં. ૪૭/ ૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબ, (૫) ગીર ગઢડા પો.સ્ટે. (ગીર સોમનાથ) ફ. ગુ.ર.નં. ૨૧/૨૦૧૯, આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ. (૬) ગીર ગઢડા પો.સ્ટે. (ગીર સોમનાથ) સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૧૨૨૦૦૨૮/૨૦૨૨, પ્રોહી. કલમ

૬૫(એ)(એ) મુજબ.

(૭) ગીર ગઢડા પો.સ્ટે. (ગીર સોમનાથ) સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૧૨૦૦૫૬૫/૨૦૨૦, પ્રોહી. કલમ

૬૬(૧)બી મુજબ,

(૮) સુત્રાપાડા પો.સ્ટે. (ગીર સોમનાથ) સી. પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૬૨૦૦૦૫૮/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા.કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/