fbpx
અમરેલી

સાવરકુંડલા નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ નિમિતે મહારક્તદાન કેમ્પ યોજાશે

          સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે આગામી તારીખ.- 03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે ટીંબી ખાતે વિનામમૂલ્યે ચાલતી અને દરરોજ એક હજાર કરતા વધુ દર્દીઓ લાભ લેતા નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે સાવરકુંડલા ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે જેમાં 500 જેટલા રક્તદાતાઓ રક્તદાન કરશે

       સમગ્ર માનવજાતિનાં સર્વાંગીણ અભ્યુત્થાનની ભાવનાને વરેલા પૂજ્યપાદ નિર્દોષાનંદજી નિર્દોષાનંદજી સ્વામી સરસ્વતી મહારાજ માનવસેવા અને પરોપકારનાં પ્રખર હિમાયતી હતા. પૂજ્યશ્રીની સદેહે ઉપસ્થિતિ દરમિયાન તેઓશ્રીની પ્રેરણાથી સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોએ તદ્દન વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ, રક્તદાન કેમ્પ જેવા માનવસેવાના વિવિધ કાર્યો અનેકોવાર આયોજિત થયા. પૂજ્યશ્રીનાં હદયમાં રહેલી દર્દીનારાયણની આરોગ્ય સેવાની ભાવનાએ વિરાટ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને પૂજયશ્રીની પ્રેરણાથી ભાવનગર જિલ્લાના ટીંબી ગામે ‘સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ નું નિર્માણ થયું. પૂજ્યશ્રીની તપ:શક્તિ અને આશીર્વાદથી બાર-બાર વર્ષો થયા, આ હોસ્પિટલ આજે પણ આવનાર તમામ દર્દી નારાયણની તદ્દન વિનામૂલ્યે દરેક પ્રકારની આરોગ્ય સેવા બજાવી રહી છે. આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, લેબોરેટરી ટેસ્ટ, એક્સ-રે, સોનોગ્રાફી, દવાઓ, ઓપરેશનો તેમજ અન્ય તમામ સેવાઓ સાથે દર્દીઓ અને તેમની સાથે આવનાર તેમના સગાં-સબંધીઓને પણ તદ્દન વિનામૂલ્યે ભોજન-પ્રસાદ આપવામાં આવે છે. પ્રતિદિન ૧૦૦૦ થી પણ વધુ ઓપીડી સેવા, ૨૫ જેટલા ઓપરેશનો, ૪ જેટલી પ્રસૂતિ, ૭૦૦ જેટલા દર્દીઓને અન્ય વિભાગોમાં સેવા કરવામાં આવે છે. ઉનાળામાં છાશકેન્દ્ર, શિયાળામાં ગરમ ધાબળાનું વિતરણ તેમજ કુદરતી આપત્તિઓ સમયે આ હોસ્પિટલના માધ્યમથી જનસમાજની સેવા કરવામાં આવે છે. દર્દીઓના વધતા જતાં પ્રવાહને ધ્યાને લઈ હવે હોસ્પિટલના બિલ્ડિંગમાં વધારો કરી અન્ય વિભાગો પણ ચાલુ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બહેનોની ગાયનેક વિભાગ તેમજ પ્રસૂતિની સારવાર તો ખૂબ સરસ રીતે કરવામાં આવી રહી છે. પ્રસૂતા બહેનોને દેશી ગાયનાં ઘીમાં બનાવેલ ઔષધી યુક્ત સુખડી પણ આપવામાં આવે છે. હોસ્પિટલની ગૌશાળાની ગાયોનું તાજુ દૂધ દર્દીઓને આપવામાં આવે છે.   

   દર્દીનારાયણનાં સાચા આરોગ્ય તીર્થ સમાન આ હોસ્પિટલના દર્દીઓની સારવાર માટે વારંવાર બ્લડની ખૂબ જરૂરિયાત ઊભી થતી હોઈ તેને પહોંચી વળવાનાં એક પ્રયાસરૂપે આગામી તા.૦૩/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ સાવરકુંડલા મુકામે આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવ એવં પુસ્તક વિમોચન સમારોહ અંતર્ગત રક્તદાન કેમ્પનું પણ વિશાળ આયોજન કરવામાં આવેલ છે. માનવશરીર સિવાય માનવરક્તનો અન્ય કોઈ વિકલ્પ નથી. શિવના અંશ જેવા જીવોનાં જીવને બચાવવા માટે સશક્ત અને તંદુરસ્ત યુવાનોએ રક્તદાન કરવું એ આપણાં સૌની પવિત્ર ફરજ અને કર્તવ્ય બની રહે છે. તમારું કરેલું રકતદાન કોઈ સ્ત્રીનો ભૂંસાતો સિંદૂર અટકાવી શકે છે, કોઈ બાળકોને અનાથ બનતા અટકાવી શકે છે, કોઈ માવતરને નિર્વંશ થતા બચાવી શકે છે. માટે રક્તદાન કરવા રૂપે ગુરુપૂર્ણિમાની ગુરુદક્ષિણા અર્પણ કરવા તમામ યુવાન ભાઈઓ-બહેનોને સહ્રદય અનુરોધ કરવામાં આવેલ છે. આ પ્રસંગે રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે અને સાથોસાથ ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/