fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના હાર્દ સમા મુખ્ય માર્ગો નું ધોવાણ, ભ્રષ્ટાચારી પેટા-કોન્ટ્રાક્ટર દ્વારા નબળા રોડના નાણા મેળવવા ધમપછાડા

સાવરકુંડલા શહેરના ગૌશાળા થી મણીભાઈ ચોક થી રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર સુધી તથા દેવળા ગેઇટ શાકમાર્કેટ થી મેઇન બજાર થી કાણાકીય ચા સુધી અને કુદરતી ઉપચાર કેન્દ્ર થી ગઢિયા પેટ્રોલ પંપ સુધીના માર્ગો જે શહેરના મુખ્ય માર્ગો ગણાય છે. આ સીસી રોડ બે વર્ષ પહેલા બનેલા છે અને જ્યારે આ રોડ બનાવ્યા ત્યારથી જ તૂટવા લાગેલ હતા, આ અંગે સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા આ નબળા રોડની ફરિયાદ અવારનવાર કરવામાં આવેલ હતી, અને તપાસના અંતે આ રોડ સાવ નબળો પુરવાર થતાં તેનું બિલ અટકાવી દેવામાં આવેલ હતું, પરંતુ આ નબળા રોડ બનાવનાર પેટા-કોન્ટ્રાક્ટર જે ખૂબ જ ભ્રષ્ટાચારી છે, તેને યેન કેન પ્રકારે આ નબળા રોડનું બિલ મેળવવું હોય અવારનવાર કોઈને કોઈ રાજકીય નેતાને ગેરમાર્ગે દોરી બિલ મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ સમગ્ર સાવરકુંડલા શહેરના લોકો દરરોજ જ્યાંથી પસાર થાય છે તે રોડનું બિલ અપાવવાથી પોતાની પ્રતિષ્ઠા પણ ખરડાય તેવું લાગતું હોવાથી કોઈપણ નેતા આ બિલ અપાવવાની ભલામણ કરતા નથી. હાલમાં જાણવા મળી રહ્યું છે કે, આ નબળા સીસી રોડ નું બિલ મેળવવા આ ભ્રષ્ટાચારી પેટા કોન્ટ્રાક્ટર નગરપાલિકાના સત્તાધીશો ઉપર દબાણ લાવી રહ્યો છે, પરંતુ તેની કારી ફાવે તેમ નથી, તદુપરાંત આ ભ્રષ્ટાચારી પેટા કોન્ટ્રાક્ટર હાલમાં પણ નગરપાલિકામાં કોઈ અન્ય એજન્સીનું ટેન્ડર ભરી તેમાં ગટરનું કામ કરી રહ્યો છે જેમાં પણ સાવ લોટ પાણીને લાકડા છે. આમ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરી ભ્રષ્ટાચાર આચરનાર આ પેટા-કોન્ટ્રાક્ટર ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, અને જો કોઈ આનું બિલ અપાવવા પ્રયત્ન કરશે તો તે પણ પાપના ભાગીદાર બનશે, તેવી સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ ની અખબારી યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/