fbpx
અમરેલી

દેશના સૌથી મોટા લધુ ઉદ્યોગોનું સંગઠન, લઘુ ઉદ્યોગ ભારતી અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે દિવ્યેશ વેકરિયાની વરણી કરવામાં આવી

ઔદ્યોગિક ક્ષેત્રે આખી દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. ભારત એ નાના નાના ઉદ્યોગોને સાંકળીને આત્મનિર્ભર બનેલો દેશ છે. સૌથી વધુ લઘુ ઉદ્યોગો ધરાવતો દેશ ભારત છે. આ લઘુ ઉદ્યોગોને એકસાથે જોડતી કડી અને દેશનું સૌથી મોટું ઉદ્યોગ સંગઠન એટલે લઘુ ઉદ્યોગ ભારતી. ઉદ્યોગ હિત, રાષ્ટ્ર હિતના મુદ્રાલેખ સાથે સુક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે 1994ના વરસમાં શરૂ થયેલ લઘુ ઉદ્યોગ ભારતીનુ રાષ્ટ્રીય સ્તરે વ્યાપક સંગઠન છે. દેશના 495થી વધુ જિલ્લામાં લઘુ ઉદ્યોગ ભારતીનું સંગઠન કાર્યરત છે. એ સંગઠનના અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી દિવ્યેશ વેકરિયાની વરણી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ વિકાસ થાય અને ઉદ્યોગકારોને સહકાર મળી રહે તે માટે આ સંસ્થા શ્રી વસંતભાઈ મોવલિયાના નેતૃત્વમાં કાર્યરત છે. શ્રી વસંતભાઈ મોવલિયાના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાની નવી ટીમની રચના કરવામાં આવી. રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં અમરેલી જિલ્લાના પ્રમુખ તરીકે શ્રી દિવ્યેશ વેકરિયાની વરણી કરવામાં આવી. આ જાહેરાત લઘુ ઉદ્યોગ ભારતી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બળદેવભાઈ પ્રજાપતિ, ગુજરાત અધ્યક્ષ શ્રી શ્યામસુંદર સલુજા અને સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ શ્રી હંસરાજભાઈ ગજેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં બિઝનેસ સેમિનાર ઉપરાંત સમયાંતરે સ્ટાર્ટઅપ અને નવા ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન મળી રહે તે માટે વિશેષ સેમિનારોનું આયોજન લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા કરવામાં આવે છે.

અમરેલી જિલ્લાની નવનિયુક્ત જિલ્લા ટીમમાં મહામંત્રી શ્રી અરૂણભાઈ ડેર, ખજાનચી શ્રી મુકેશભાઈ કોરાટ, ઉપપ્રમુખ શ્રી મૃણાલભાઈ ગાંધી, શ્રી દેવચંદભાઈ કપોપરા, શ્રી સુરેશભાઈ દેસાઈ, મંત્રી શ્રી સંજયભાઈ માલવિયા, શ્રી પ્રદિપભાઈ ભાખર, શ્રી ધર્મેશભાઈ વિસાવળિયાની વરણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના તાલુકાના સંયોજક તરીકે શ્રી અનિલભાઈ વેકરિયા (બગસરા), શ્રી અશોકભાઈ ભાદાણી (લાઠી), શ્રી સાગરભાઈ સરવૈયા (રાજુલા), શ્રી કરશનભાઈ ડોબરિયા (સાવરકુંડલા), શ્રી ગોરધનભાઈ ગેડિયા (ચલાલા), શ્રી સુરેશભાઈ ભાલાળા (બાબરા) અને શ્રી પ્રિતેશભાઈ ડોબરિયા (કુંકાવાવ)ની વરણી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/