fbpx
અમરેલી

લાયન્સ હોલ અમરેલી માં આઠમો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલીના સહયોગથી તા. 13-07-2023 ને ગુરૂવારે બપોરે ૨-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો અને ગ્રામજનો માટે જુના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ માળે આવેલ લાયન્સ હોલ ( હોટલ લોર્ડ્સ ઇકો ઈનની સામે)માં આઠમો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં ૪૮ દર્દીઓની આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડૉ. પલકબેન મોદી દ્વારા કરવામાં આવેલ અને જરૂરિયાતમંદ ૨૬ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ વિનામૂલ્યે કરી આપવામાં આવેલ હતા.

આ ઉપરાંત આંખના નજીક તથા દુરના નંબરની પણ તપાસ કરવામાં આવેલ હતી અને કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા પણ બનાવી વિતરણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર પણ ચકાસવામાં આવેલ હતા.  લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ત્રીજા ગુરૂવારે લાયન્સ હોલ લોર્ડ એન્જલ હોટલની સામે જુના માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થાય છે.

નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા,સારહી યૂથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી,જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, મેજર મિહિરભાઈ પાનસુરીયા, નગરપાલિકા અમરેલી પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રામાણી,કારોબારીચેરમેન સુરેશભાઇ શેખવા, શિક્ષણ સમિતિ ચેરમેન તુષારભાઈ જોશી, વનરાજભઇ કોઠીવાળ, જયેશભાઇ ટાંક આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ  લાયન કિશોરભાઇ શિરોયા, લાયન પ્રા. એમ. એમ.પટેલ, લાયન એ.બી. કોઠીયા,લાયન પરેશભાઈ કાનપરિયા, ટ્રેજરર લાયન બિમલભાઇ રામદેવપૂત્રા,લાયન સાહસભાઇ ઉપાધ્યાય, લાયન મુસતુફા આફ્રિકાવાલા, લાયન રમેશભાઈ ગોલ, લાયન ભગવનભાઇ કાબરિયા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/