fbpx
અમરેલી

નવા વિદ્યાર્થીઓના પ્રવેશ નિમિત્તે કાણકીયા કોલેજમાં પ્રવેશોત્સવ ઉજવાયો

કોલેજ ખાતે નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ. ઈ.સ.૧૯૭૧ માં સ્થપાયેલ આ કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલીસી મુજબ ચાર વર્ષનો ડીગ્રી કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલા તાલુકા ઉપરાંત આજુબાજુના પાંચ તાલુકાના નવા એડમિશન લીધેલા ૪૨૧વિદ્યાર્થીઓને આવકારવા માટે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી,સમુહ પ્રાર્થના કરવામાં આવેલ. ત્યારબાદ કોલેજના વાઇસ પ્રિન્સિ. પ્રો. રીંકુબેન ચૌધરી તથા ડો.પ્રા. ડી.ડી.ભટ્ટ દ્વારા સમગ્ર શૈક્ષણિક-બિન શૈક્ષણિક સ્ટાફનો ટૂંકો પરિચય આપવામાં આવેલ. કોલેજમાં ચાલતી એન.સી.સી., એન.એસ.એસ., સાંસ્કૃતિક,ખેલકૂદ,સપ્તધારા, રેડ ક્રોસ જેવી વિવિધ પ્રવૃત્તિઓની વિગતો વિદ્યાર્થીઓને આપી માહિતગાર કરવામાં આવેલ, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષણની સાથે આ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે.

 આ તકે કોલેજના પ્રિન્સિ.ડો.એસ.સી.રવિયા સાહેબે પ્રવેશોત્સવ નિમિત્તે પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્થાનો પરિચય, શિક્ષણ અને કારકિર્દી અંગે રસપ્રદ વ્યાખ્યાન આપેલ. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મીઠું મોઢું કરાવી ઉજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.પ્રો.હરેશભાઈ દેસરાણી દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફગણે પુરી જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/