fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકીયા કોલેજમાં રાષ્ટ્રહિતમાં છાત્રોની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન યોજાયું 

કોલેજમાં સભાખંડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) આયોજિત તથાઅમરેલી જિલ્લા વિસ્તારક અજયભાઈ જીંજાળાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રહિતમાં છાત્રોની ભૂમિકા વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ,ત્યારબાદ કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ અને દેશસેવા તથા રાષ્ટ્રહિત જ સર્વોપરી છે તે બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવેલ.

આજના વક્તા શ્રી મેહુલભાઈ ત્રિવેદી (પ્રિન્સિપાલ શ્રી, ગાધકડા સ્કૂલ) દ્વારા રાષ્ટ્રહિતમાં છાત્રોની ભૂમિકા અંગે મનનીય પ્રવચન આપવામાં આવેલ. તેમણે પોતાના વ્યાખ્યાનમાં ભારત દેશ, આપણી સંસ્કૃતિ, આપણો વારસો અને વર્તમાન વિકાસ અંગે ઊંડાણપૂર્વક વાતો કરી એક છાત્ર/વિદ્યાર્થીની દેશ હિતમાં શું ભૂમિકા હોઈ શકે? તે બાબતે ઘણા બધા દ્રષ્ટાંતો સાથે વાત કરેલ. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ ન કરતા સમાજ સેવા/ દેશ સેવા દ્વારા વ્યક્તિત્વ વિકાસ કઈ રીતે થઈ શકે ?ચારિત્ર નિર્માણ કઈ રીતે થઈ શકે? તે બાબતે તેમણે ઉંડાણપૂર્વકની ચર્ચા કરેલ. વ્યાખ્યાનના અંતે રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફગણે પુરી જહેમત ઉઠાવેલ. એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/