fbpx
અમરેલી

કલામ કેમ્પસમાં યોજાયું દેશનું સૌપ્રથમ મોબાઈલ એપ્લિકેશન એક્ઝિબિશન

ડો.કલામ ઈનોવેટિવ સ્કૂલ હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતા છે. આજના આધુનિક સમયની અંદર દરેક માતા-પિતા માટે સૌથી મૂંઝવતો કોઈ સવાલ હોય તો એ છે કે બાળકો મોબાઇલથી કેવી રીતે દૂર રહે ? અથવા બાળકો મોબાઇલનો સાચી દિશામાં કેવી રીતે ઉપયોગ કરે ? આ સૌથી મહત્વની બાબત છે. સામાન્ય રીતે આપણે આ વિષય પર બાળકોને માત્ર ઉપદેશ આપી અને તેમનો પક્ષ સાંભળ્યા વગર આપણી મરજી કે આપણા વિચારો તેમના પર થોપી બેસાડતા હોઈએ છીએ ત્યારે કલામ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા એક નવીનતમ અભિગમ સાથે દુનિયા જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ વધી રહી હોય ત્યારે આપણા બાળકો આ ક્ષેત્રમાં પાછળ ન રહી જાય તેવા હેતુ સાથે આ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવેલ હતું. આ સાથે વિદ્યાર્થીઓ જાતે જ સમજે કે કઈ એપ્લિકેશનના લાભો શું શું છે અને ગેરલાભો કયા છે અને તે જાતે જ પોતાના માતા-પિતાને અને વિદ્યાર્થીઓને તેમજ યુવાનોને સમજાવે તો તેઓ પણ ટેકનોલોજીથી દુર ન રહેતા તેમનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી પરિચિત થાય.

કલામ કેમ્પસના વિદ્યાર્થીઓ દ્વારા facebook અને whatsapp થી લઈને Artificial intellgence, chatgpt જેવા એડવાન્સ વિષયો ઉપર પોતાના વિચારો અને તેમના ઉપર મેળવેલી તાર્કિક માહિતીઓ વાલીઓ, વિદ્યાર્થીઓ અને યુવાનોને સમજાવવામાં આવશે. આ સાથે કોઈપણ એપ્લિકેશન્સ માર્કેટની અંદર કયા હેતુ સાથે લોન્ચ કરવામાં આવી ?તેમની સ્ટોરી શું છે ? તેમના એડવાન્સ ફીચર્સ.. જેવા વિવિધ પહેલુંઓને પણ વિદ્યાર્થીઓ દ્વારા આવરી લેવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી તો પરિચિત થશે જ પરંતુ તેનામાં કોઈપણ સમસ્યાને એક સારા વિચાર સાથે ટેકનોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ સોલ્યુશનમાં પરિવર્તિત કરીને આત્મનિર્ભર કેવી રીતે બની શકાય તેનું નોલેજ પણ વિદ્યાર્થીઓને મળશે. વિદ્યાર્થીઓ ટેક્સબુકની દુનિયાની બહાર રીયલ વર્લ્ડના પ્રોબ્લેમ પર ફોકસ કરવાની સાથે પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ પણ કેળવશે. તે સમસ્યાનુ઼ં યોગ્ય સમાધાન મેળવવાની દિશામાં પણ વિચારશે અને પોતાના પરિવારના પરંપરાગત બિઝનેસને ટેકનોલોજી સાથે કેવી રીતે જોડી શકાય તે વિષય પર પણ વિચારી ડિજિટલ ઇન્ડિયામાં પોતાનું યોગદાન આપશે. આ નવીનતમ અભિગમ અને નવીનતમ એક્ઝિબિશનમાં નાયબ શિક્ષણાધિકારીશ્રી સોલંકી સાહેબ, અમરેલીના જાણીતા સાહિત્યકાર અને એડવોકેટ અર્જુનભાઈ દવે, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રતિષ્ઠિત લોકોએ મુલાકાત લીધી હતી. સાયન્સ કોલેજના પ્રાધ્યાપક રવિભાઈ જોશી સાહેબના જણાવ્યા મુજબ તેમણે શાળા કક્ષાએ અમરેલી કે અમદાવાદ નહિ પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનું કોઈ પ્રદર્શન યોજાયું હોય તેવું જોયું નથી. આ પ્રકારના નવીનતમ અભિગમની અને પ્રેક્ટીકલ શિક્ષણની પહેલ કલામ કેમ્પસની જેમ દરેક શાળાઓએ કરવી જોઈએ તેવો સંદેશ આપવાની સાથે તેમણે કલામ કેમ્પસના સંચાલકો, શિક્ષકોને અને સાથે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. 

સાથે તેમણે ઉમેર્યું હતું કે વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે આ અગત્યના અને ખૂબ જરૂરી તેવા મુદ્દા પર આવી સુંદર રીતે પણ કમ્યુનિકેશન સ્થાપિત કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

જ્યાં વિદ્યાર્થીઓ વાલીઓને સમજાવશે કે મોબાઈલનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે ના કરવો જોઈએ અને જ્યાં વાલીઓ પોતાના મનમાં મોબાઇલને લઈને મૂંઝવતા સવાલો વિદ્યાર્થીઓને પૂછશે અને વિદ્યાર્થીઓ પાસેથી જ તેમના ઉત્તરો મેળવશે. આ જ એક્ઝિબિશનની સૌથી મોટી સફળતા છે. 

કલામ કેમ્પસના વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કહે છે કે કલામ કેમ્પસમાં અમને 21મી સદીની જરૂરિયાત પ્રમાણેનું પ્રેક્ટીકલ કોમર્સનું શિક્ષણ મળી રહ્યું છે અને તેમના માટેના યોગ્ય પ્લેટફોર્મ પણ મળી રહ્યા છે અમને ગૌરવ છે કે દેશમાં સૌપ્રથમવાર યોજાતા આ ડિજિટલ કેમ્પેઇન કે મોબાઈલ એક્ઝિબિશનનો અમે ભાગ છીએ અમને કલામ કેમ્પસના વિદ્યાર્થી હોવાનું ગૌરવ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/