fbpx
અમરેલી

અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સમાં રઘુવંશીઓનો દબદબો 

અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થામાં રઘુવંશીઓનો દબદબો.. સાવરકુંડલાના રાજુભાઈ શીંગાળા, ધારીના મુકેશભાઈ રૂપારેલીયા તથા ચલાલાનાં પ્રકાશભાઈ કારીયાની  માનભર્યા હોદાએ વરણી થતાં અમરેલી જિલ્લાના રઘુવંશી સમાજમાં ખુશીની લહેર વ્યાપેલી જોવા મળે છે. આમ પણ રઘુવંશી સમાજના લોહીમાં જ વ્યવસાય હોય છે અને મોટેભાગે જ્યાં જ્યાં નજર પડે રઘુવંશીઓ તમામ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા જોવા મળે છે. આમ વેપારી વર્ગમાં પણ રઘુવંશીઓ હમેશાં મહત્વનું સ્થાન ધરાવે છે. વાત કરીએ ધારીના વેપારી સમાજના અગ્રણી મુકેશભાઈ રૂપારેલીયાની તો ખૂબ જ મિલનસાર અને વેપારને લગતાં પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે સતત પ્રતિબધ્ધતા દર્શાવતાં જોવા મળે છે. હાલ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે આરૂઢ છે. તો સાવરકુંડલા લોહાણા સમાજના અગ્રણી રાજુભાઇ શીંગાળા પણ વેપારી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે અને વેપાર ક્ષેત્રે આવતી સમસ્યાઓના સમાધાન માટે અધિકારીઓ સાથે ચર્ચા કરીને રચનાત્મક ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ રહે. હાલ તેઓ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી તરીકે આરૂઢ થયા છે. તો ચલાલા લોહાણા મહાજન અગ્રણી અને  પત્રકાર જગતમાં ચલાલાના રાજકીય, સામાજિક અને લોકપ્રશ્નનોને અખબારી માધ્યમ દ્વારા વાચા આપીને ચલાલા ખાતે મોભાભરી ઓળખ પ્રસ્થાપિત કરી છે. હાલ તેઓ અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી તરીકે આરૂઢ થયા છે. આમ સાવરકુંડલા ધારી ચલાલા જેવા અમરેલી જિલ્લાનાં મહત્વના શહેરોમાં રહીને વેપારી સમાજના પ્રશ્ર્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ રહે છે. સમગ્ર અમરેલી જિલ્લાના વેપારી સમાજ માટે અડધી રાતનો હોંકારો એવી આ રઘુવંશી ત્રિપુટી વેપારી સમાજ સિવાય પણ ગરીબ અને શોષિત વર્ગના પ્રશ્ર્નોનું પણ નિરાકરણ લાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યી છે. આમ અમરેલી જિલ્લાના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે અવનવા પ્રોજેક્ટ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે તેવી વેપારી સમાજ આશા રાખી રહ્યો છે. ઈશ્ર્વર એમને આવા સત્કાર્યોમાં સહાય કરે એવી શુભેચ્છાઓ પણ ઠેર ઠેરથી  વેપારી આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/