fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ચકકરગઢ ગામના વાડી વિસ્તારમાં મજૂરી કરતા સગર્ભા મહિલા માટે 108 આશીર્વાદરૂપ બની

108 ના સ્ટાફ દ્વારા દર્દીને સ્ટ્રેચરમાં લઇ ૨ કિલોમીટર કીચડમાં ચાલી માતા અને બાળકનો અમૂલ્ય જીવ બચાવ્યો.

 અમરેલી જિલ્લાના ચકકરગઢ ગામના વાડી વિસ્તાર માં મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના રમીલાબેન ને પ્રસુતિને અસહ્ય પીડા ઉપડતા તેના પતિએ 108 ઈમરજન્સી ને મદદ માટે કોલ કરેલ .અમરેલી 108 એમ્બ્યુલન્સ ચક્કરગઢ ગામ જવા રવાના થઈ હતી. દર્દી વાડી વિસ્તારમાં  હતા અને વરસાદના કારણે એમ્બ્યુલન્સ જઈ શકે તેમ નથી ત્યારે ઇએમટી કલ્પેશ કંટારિયા તથા પાયલટ યુનુસભાઈ સૈયદ જરૂરી મેડિકલ સાધનો લઈ ૨ કિલોમીટર ચાલીને સ્થળ પર પહોંચી દર્દીની તપાસ કરતા દર્દીને પ્રસુતિનો અસહ્ય દુખાવો હતો. વરસાદ ને કારણે વાડી વિસ્તારનો કાચી પગદંડી માર્ગમાં પાણી તથા કીચડ હોવાથી 108 ના સ્ટાફે સુજબુજપૂર્વક સ્પાઇન સ્ટ્રેચર મા દર્દી ને સુવડાવીને ૨ કિલોમીટર કીચડમાં ચાલીને 108 એમ્બ્યુલન્સમાં લઇ ગયેલ હતા ત્યારબાદ દર્દી ને અસહ્ય દુખાવો તથા અમદાવાદ ઓફિસમાં  રહેલા ફિઝિશિયન ની સલાહ પ્રમાણે એમ્બ્યુલન્સની અંદર જ નોર્મલ ડિલિવરી કરવી માતા અને બાળકનો અમૂલ્ય જીવ બચાવેલ તથા પ્રાથમિક સારવાર સાથે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા.  દર્દીના સગા સંબંધીઓ 108 ના કર્મચારીઓ નો આભાર માન્યો હતો તથા 108 ઈમરજન્સી પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી અને જિલ્લા અમરેલી અધિકારી યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી બદલ અમરેલી 108 ના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. આમ ફરી એકવાર 108 સેવા પર પ્રાંતીય મહિલા અને માતા માટે આશીર્વાદરૂપ બની.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/