fbpx
અમરેલી

કોમર્સ કોલેજ – અમરેલીમાં જિલ્લા કક્ષાની હરીફાઈ યોજાઈ. “યુવા સંવાદ – India@2047” મા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં જિલ્લા કક્ષાની હરિફાઈનું આયોજન થયું હતુ. આ આયોજન અંતર્ગત “યુવા સંવાદ India@2047” ના વિષયો જેવા કે ; ૧. વિકસિત ભારતનું લક્ષ. ૨. ગુલામી અથવા સંસ્થાનવાદી માનસીકતાના કોઈપણ નિશાનને દૂર કરો. ૩. આપણી પરંપરા અને વારસાનું ગૌરવ કરો. ૪. એકતા અને સંગઠનાત્મકતા. ૫. નાગરિકોમાં ફરજની ભાવના વગેરે જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ઉદબોધનો કર્યા હતા. આ હરીફાઈમાં 

પ્રથમ ક્રમે શ્રીમતી હીરાલક્ષ્મી ભાઈદાસભાઈ સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાજુલાના કુ. ભાગ્યેશ્વરી બટુકભાઈ ખુમાણ,  દ્વિતીય ક્રમે કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલીના મિત કિશોરભાઈ અજુગીયા, તૃતીય ક્રમે મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીના કુ. વૈશાલી મનોજભાઈ બગડા,  ચતુર્થ ક્રમે શ્રી વી. ડી. કાણકીયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલાના કુ. ઉર્વશીબા જસકુભાઇ ખુમાણ અને પાંચમા ક્રમે યોગીજી મહારાજ મહાવિદ્યાલય મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ધારીના કુ. ગીતા રાજુબેન જેબલિયા રહ્યા હતા અને પોતાની કોલેજોના નામ રોશન કર્યા હતા. જેમને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે અભિનન્દન સહ આગળની યુનિવર્સીટીની  સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર પ્રા.જે.એમ.તલાવીયાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રા. ડો. એમ.એમ.પટેલ અને પ્રા.ડો. એ.જે.ચંદ્રવડીયાએ મનનીય પ્રવચનો આપ્યા હતા. સ્પર્ધા દરમ્યાન પ્રા.ડો.જે.ડી.સાવલિયા, પ્રા.ડો.એમ.એમ.પટેલ, પ્રા.ડો. એ.જે.ચંદ્રવડીયા, પ્રા.ડો.સગુણાબેન મકવાણા અને પ્રા.ડો. નીરવ ઠાકર વગેરેએ નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપી હતી. સ્પર્ધાના નીતિ – નિયમોની માહિતી પ્રા.ડો.એમ.જે.પાટોળીયાએ આપી હતી. કાર્યક્રમ દરમ્યાન વિવિધ કોલેજોના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર્સ ઉપસ્થિત રહયા હતા. અંતમાં પ્રા.ડો. એ.બી.ગોરવાડિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા.કલ્યાણીબેન રાવળ અને પ્રા.વી.જી.વસાવાએ કર્યું હતું તેમ આ.ઇ.ક્યુ.એ.સી.ના કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/