fbpx
અમરેલી

ક્લાગુરૂ રવિશંકર રાવળના 132માં જન્મોત્સવ નિમિતે આજે ગુજરાત આર્ટ સોસાયટી અને ગુજરાત લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શનમાં અમરેલી જીલ્લાના કલાકારો ભાગ લેશે.

ગુજરાતના કલાગુરૂ તરીકે સમગ્ર રાષ્ટ્ર જેમને આદર પૂર્વક નમન કરેછે એવા ક્લાગુરૂ રવિશંકર રાવળના 132 જન્મોત્સવ નિમિતે આજરોજ 1 ઓગસ્ટના ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના 170થી વધારે સમકાલીન કલાકારો દ્વારા કલાગુરૂની સ્મૃતિમાં એક ભવ્ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે.
આ પ્રદર્શનનું ઉદ્દઘાટન જાણીતા કલા સંરક્ષકો પ્રિયા અધ્યારૂ મહેતા અને મનન રેલીયાના દ્વારા કરવામાં આવશે આપ્રદર્શન તારીખ 1થી6 ઓગસ્ટ સુધી સાંજના 4થી8 કલાક દરમિયાન કલાકાર કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે સોસાયટીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે તેમજ સંચાલન અમદાવાદના ચિત્રકારો દ્વારા થશે ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનમાં ખૂબજ સફળતા સાથે પરિપૂર્ણ થયેલ અને તેમાં વરિષ્ઠ કલાકારો થી લઈને યુવા તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ અમરેલી જિલ્લાના કલાકારોમાં ગુજરાત ગૌરવ પુરસ્કૃત ખ્યાતનામ શિલ્પકાર કૃષ્ણ પડિયા, ખ્યાતનામ ચિત્રકાર અતુલ પડિયા તેમજ જે. પી. પડાયા પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજુ કરશે ગુજરાત આર્ટ સોસાયટીના આપ્રદર્શનનો હેતુ ગુજરાતના છેવાડાના સમકાલીન કલાકારોને પ્રોત્સાહન આપવા તેમજ કલાનુ સંવર્ધન કરવાનો હોય, કોઈ વાડાબંધીમાં ન રહી પોતાની મૌલિક કલાને માત્ર ગુજરાતમાં સિમીત ન રાખતા ગુજરાત બહાર પણ ગુજરાતી તરીકે ગુજરાતની કલાનું ગૌરવ વધારવા ગુજરાત આર્ટ સોસાયટીમાં માત્ર ગુજરાતી કલાકારનો જ સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત આર્ટ સોસાયટીમાં કલાકારોની એક મોટી ટીમ જીલ્લા, રાજ્ય, દેશ તેમજ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી કલાકારો દ્વારા જ કામ કરી રહી છે. જેમાં કલાકારો પોતાના નામ કે વ્યક્તિગત પ્રસિદ્ધની અપેક્ષા રાખ્યા વગર કામ કરી રહ્યા છે. આ સંસ્થાના સભ્યપદની પસંદગીની પ્રક્રિયા નિયુક્ત માનદ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેછે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/