fbpx
અમરેલી

મુઝકો યારો માફ કરના મૈં નશેમેં હૂઁ.. અને દમ મારો દમ મિટ જાયે ગમ બોલો સુબહ શામ.. યે નશા હી નશા સા નશા હી હૈં સબસે બડા ગમ..!!! ફિર ભી નશેમેં કુછ તો હૈં દમ..!! 

જો કે ગુજરાતમાં તો દારૂબંધી છે છતાં પણ ઘણીવખત શરાબના નશામાં ચૂર થઈને ડ્રાઈવીંગ કરતાં અનેક લવરમૂછિયાઓના કિસ્સા અખબારોમાં વાંચવા મળે છે.!! અને એ નશામાં ચૂર થઈને કોઈ ગમખ્વાર અકસ્માત નોતરે ત્યારે નિર્દોષની જિંદગીઓ પણ હોમાતી હોય છે. પછી એ નશાની પૂર્તિ કરવાની લત યુવાધનમાં અનેક અનિષ્ટોને નિમંત્રણ આપે છે..!!! 

એક હદે થોડા સમય પૂરતું પોતાના અસ્તિત્વને મિટાવી નશામાં ચકચૂર થઈને જે હાલત આજના યુવાધનની થાય છે તે સંદર્ભે હવે સમગ્ર સમાજે જાગૃત થવાની જરૂર છે. આમ તો નશા  પણ અનેક પ્રકાર હોય છે. કોઈ ચા પીવાને પણ નશો કહે છે તો કોઈ પાન માવાને પણ, તો વળી છીંકણીને પણ નશાનું સ્વરૂપ સમજવામાં આવે છે. જો કે અહીં આપણે નશા શબ્દને બદલે કોટો ચડ્યો એમ કહી અને એ નશાની અસરને હળવી કરી શકીએ. પણ આખરે તો એ નશો જ ગણવો રહ્યો. પ્રથમ કદાચ જિજ્ઞાસાવૃત્તિ સંતોષવા માટે પણ નશાના ભોગ બની જવાય છે અને ક્રમશઃ બંધાણ થતાં બરબાદીનું ખપ્પર ચાલું થાય છે. નાની અને કુમળી વયના લવરમૂછિયા પણ ઘણી વખત આ નશાના ચક્કરમાં પડી જતાં જોવા મળે છે. આમ હિન્દુ વિભક્ત કુટુંબને કારણે અને પુરુષ સ્ત્રી બંને નોકરી / વ્યાયસાય કરે તે કારણે સંતાનનાં ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકાતું નથી.જેનો ગેરલાભ તરુણો ,યુવાનો અને બાળકોને ગેરમાર્ગે દોરી પોતાનો આર્થિક લાભ સાધવાની મલિન મુરાદ પાર પાડવા વાળા આવી રીતે નશામાં ફસાવી જીવનનો અણમોલ ભોગ લઈ લે છે આ નશો અને નશાના કારોબાર વિશે લખાય તો આ કાર્ય લખવા જેટલું સહેલું નથી. કારણ તેમાં સમાયેલ ” નાણાં” ની રકમ (રેલમછેલ) ભલભલાને ચલાયમાન કરી શકે છે.અને જેમ મજબૂરીથી વ્યસનમાં ફસાય યુવાન તેમ કેટલાક આર્થિક મજબૂરીથી આ ડ્રગ સિન્ડિકેટનો ભાગ કહો કે ભોગ બની જાય છે.પરંતુ મજબૂરીથી કે અજાણતા ભોગ બની જતા ” નાની માછલી ” સમાન હોઈ છે .જે પકડાય છે.સજા ભોગવે છે.પરંતુ આંતરાષ્ટ્રીય કક્ષાએ ડ્રગ સિંડિકેટ ચલાવતા મોટા મગરમચ્છોનો વાળ પણ વાંકો થતો નથી.કારણકે આગળ જણાવ્યા મુજબ ડ્રગ્સનાં  ધંધામાં નફાનું પ્રમાણ મોટું અને કદ/ કિલો/ જથ્થો ઓછો હોઈ છે.તેથી મોટા મગરમચ્છો એટલા સબળ હોઈ છે કે જે તે દેશની સરકારો બદલી નાખી શકે.હવે આપ જ  કહો કે આવા મગરમચ્છ સામે સરકારી મુલાજીમો કેમ ટકી શકે?

આ સંજોગોમાં ” સરકાર શ્રી” ની જવાબદારી અત્યંત વધી ગઈ છે.કારણકે સરકારે  મા-બાપની ભૂમિકા ભજવી બાળકોનું રક્ષણ,ઉપાડી વેચી નાખવા સુધીનું.તરુણો/ યુવાનોને જીવલેણ અને બરબાદ કરતા વ્યસન/ ડ્રગ્સમાં ફસાતા અટકાવવા સાચા માર્ગે ચડાવવા માટે એક મોટું અભિયાન છેડવું પડશે. સામાન્ય પાન મસાલા કે ગુટકાની સાથે બિલ્લી પગે ક્યારે જીવલેણ ડ્ગ્ઝના શિકાર બની જાય છે તે પણ એક સંશોધનનો વિષય ગણી શકાય.  અને એ નશાની હાલતમાં જ પછી કાર ડ્રાઇવીંગ કરતી વખતે આ થનગનતું યુવાધન કેવો વિનાશ નોતરે છે એ પણ જ્યારે એવાં કિસ્સાઓ પ્રકાશમાં આવે છે ત્યારે એ નશાની ભયંકરતા પણ વાલીઓને સમજાય તો છે. છતાં સ્મશાનવત વૈરાગ્યની માફક પાછા પૈસા કિર્તી કે હોદા પ્રાપ્ત કરવાની લ્હાયમાં પોતાના સંતાનો શું કરે છે એ ભૂલી જાય છે..!! અને પછી એ નશાની પૂર્તિ કરવાની લત પણ આ યુવાધનમાં અનેક અનિષ્ટોને નિમંત્રણ આપે છે..!! જો કે આપણાં રાજ્ય અને રાષ્ટ્રનાં અનેક ” જાંબાઝ ” પોલીસ અને કસ્ટમ ,કોસ્ટ ગાર્ડ…અધિકારીઓ પોતાના જાન અને નોકરીનાં જોખમે ડ્રગ માફિયાઓ સામે ” ટક્કર” લે છે.આ તબક્કે એ તમામ અધિકારીઓને બંને હાથે સલામ કરવા તો પણ ઘટે.

આપણે ક્યાં  ઉણા ઉતર્યા છીએ તે મુદ્દો લઈ એ તો…દરેક મા-બાપની ફરજ અને કર્તવ્ય છે કે તેનું સંતાન ક્યાં ? શું? ક્યારે ? કેમ? કરે છે .કોની સંગત છે.? કારણકે સંગદોષ અત્યંત નુકશાનકારક છે.આ બધી બાબતો વિશે મા-બાપે જાગી જવાની જરૂર છે.( છુપી પોલિસ / જાસૂસ બનવાનું નથી બાળકોનું) પોતે જાગૃત હશે એટલે સંતાનનાં ફસાવાની સંભાવના ઘટી જશે .છતાં કોઈ કિસ્સામાં મા-બાપ  ટૂંકા પડે તો નિષ્ણાંત સલાહકાર / પોલીસ/ સરકાર/એન. જી.ઓ/ સામાજિક કાર્યકરો…સગા સબંધીનો સહકાર મદદ મેળવી શકે છે.પરંતુ ખાસ ખ્યાલ એ રાખવો ઘટે કે ” વકરે” નહિ.કિસ્સો.કારણકે ” માનસ” અત્યંત અપરિપકવ,નવાંણિયું,બિન અનુભવી અને આળું હોઈ છે,તરુણો/ યૂવાનીનાં.એટલે તેને ઠેસ ન પહોંચે તેમ અટકાવ અને ઉપાય બંને પ્રયોજવા રહ્યા. “અઘરું છે. પણ અશક્ય નથી.”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/