fbpx
અમરેલી

વડાપ્રધાનના હસ્તે રવિવારે સાવરકુંડલા રેલવે સ્ટેશન વર્ચ્યુઅલ ભૂમિપુજન કરવામાં આવશે

સાવરકુંડલાનું રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરવામાં આવશે.. સાવરકુંડલા શહેરીજનોમાં ખુશીનો માહોલ. ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા રેલવે સ્ટેશનનું અતિઆધુનિક નવીનીકરણનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી તારીખ ૬/૮ને રવિવારે વર્ચ્યુઅલ દ્વારા ભૂમિપુજન કરવામાં આવશે આ તકે ભાવનગર વિભાગ રેલવેના અધિકારીઓ ડી.આર.એમ. ગુજરાત રેલવેના અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યો પણ આ કાર્યક્રમમાં સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેશે. સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવા માટે વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ ઉદ્દઘાટન અને ભૂમિપુજન કરવામાં આવશે સાવરકુંડલા રેલવે સ્ટેશનને આદર્શ સ્ટેશન યોજના હેઠળ વિકસાવવાનું લક્ષ્યાંકછે વિવિધ મુસાફરોની સુવિધાઓ જેમાં, અન્ય બાબતોની સાથે, સ્ટેશન બિલ્ડિંગના અગ્રભાગમાં સુધારો, રિટાયરિંગ રૂમ, વેઇટિંગ રૂમ સ્નાન કરવાની સુવિધા સાથે, મહિલાઓ માટે અલગ વેઇટિંગ રૂમ, ફરતા વિસ્તારનું લેન્ડસ્કેપિંગ, નિર્ધારિત પાર્કિંગ, સંકેતો, પે એન્ડ યુઝ શૌચાલય, સ્ટેશન પર જરૂરીયાત, મુસાફરોની અવરજવરની માત્રા અને ભંડોળની ઉપલબ્ધતાને આધીન આંતર-સેલ અગ્રતાના આધારે સ્ટેશનની સંબંધિત શ્રેણી અનુસાર ફૂટ ઓવર બ્રિજ, સ્ટેશનમાં પ્રવેશ પર રેમ્પ વગેરે પ્રદાન કરવામાં આવશે.

મેજર અપગ્રેડેશન ઓફ રેલ્વે સ્ટેશનની નવી એક છત્ર કાર્ય યોજના શરૂ કરવામાં આવીછે આયોજનામાં જે સુવિધાઓની કલ્પના કરવામાં આવી છે તેમાં સ્ટેશન બિલ્ડીંગનું પુનઃનિર્માણ, સુધારો, વૃદ્ધિ, સ્ટેશન પરિસરમાં ભીડમુક્ત બિન વિરોધાભાસી પ્રવેશ બહાર નીકળો, મુસાફરોના આગમન પ્રસ્થાનનું વિભાજન, ભીડભાડ વિના પર્યાપ્ત સંમેલન, શહેરની બંને બાજુઓ જ્યાં પણ હોય ત્યાં એકીકરણનો સમાવેશ થાયછે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ સંકેતો, સારી રીતે પ્રકાશિત પરિભ્રમણ વિસ્તાર અને ડ્રોપ ઓફ, પિક અપ અને પાર્કિંગ વગેરે માટેની પૂરતી જોગવાઈ અને જરૂરિયાત અને શક્યતા અનુસાર અન્ય સુવિધાઓની સાથે દિવ્યાંગજનોની તમામ સુવિધાઓ સ્ટેશનમાં મોટા અપગ્રેડેશનના કામને મંજૂરી આપવામાં આવીછેઆ સંદર્ભે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ આગેવાનોના મંતવ્ય સાથે શુભેચ્છા સંદેશડી.કે.પટેલ.પર્વપ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા, સાવરકુંડલા રેલવે આંદોલનકારી.”સાવરકુંડલાને અગાઉ મીટરગેજ ટ્રેન સમયે અમો લોકોએ બ્રોડગેજ માટે આંદોલન કર્યું હતું બ્રોડગેજ બાદ હાલ સાવરકુંડલાની રેલવે લાઈન સંપૂર્ણ ઈલેક્ટ્રીક થઈ જવા પામ્યુછે.

  દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સાવરકુંડલાના રેલવે સ્ટેશનને અમૃત સ્ટેશનમાં સમાવેશ કરી તેમાં પેસેન્જરો માટે આધુનિકતાથી સજ્જ સુવિદ્યા આપવાના ઈ લોકાર્પણ પ્રસંગે સમગ્ર સાવરકુંડલા તાલુકાના પેસેન્જરોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યોછે આતકે સમગ્ર સાવરકુંડલા તાલુકાની જનતા વતી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.”

સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનું

આ સંદર્ભે આભાર દર્શન સાથે ખુશીનો સંદેશ વ્યક્ત કરતાં ધારાસભ્ય સાવરકુંડલા-લીલીયા

            ” સાવરકુંડલા રેલવે સ્ટેશનનો અમૃત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યોછે જેનું ઈ ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાનશ્રીના હસ્તે આગામી તારીખ ૬-૮ ને રવિવારે સવારે ૯-૩૦ કલાકથી કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સાવરકુંડલા રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવામાં આવતા સમગ્ર વિસ્તારના લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે”

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/