fbpx
અમરેલી

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા ભારે વરસાદથી પ્રભાવિત સાવરકુંડલા આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તાલપત્રી, મચ્છરદાની અને આરોગ્યલક્ષી કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આમ તો રેડ ક્રોસ સોસાયટીનું નામ આવે એટલે સામાન્યતઃ લોકોના મનમાં એક જ કૉન્સેપ્ટ આવે કે રક્તદાન.. કારણ કે રકદાન સમયે રક્ત એકત્ર કરવાની તમામ કામગીરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી થતી હોય છે. પરંતુ એ સિવાય પણ અન્ય માનવસેવાનાં ખાસકરીને આરોગ્યલક્ષી સેવા પણ આ સંસ્થા કરે છે એ સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટીની માનવસેવાની પ્રવૃત્તિ દ્વારા લોકોને ખ્યાલમાં આવે છે. 

હમણાં હમણાં છેલ્લાં ઘણાં સમયથી સાવરકુંડલા જ નહીં પણ અમરેલી જિલ્લામાં વાદળિયું વાતાવરણ અને વરસાદ પણ ઘણો થયો છે. આવા વરસાદી વાતાવરણથી સાવરકુંડલા આસપાસના ભારે વરસાદથી પ્રભાવિત થયેલાં નુકસાનગ્રસ્ત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા તાલપત્રી, મચ્છર દાની અને આરોગ્ય લક્ષી કીટનું વિતરણ કરવામાં આવેલ એમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. આમ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાની માનવસેવાની આ પ્રવૃત્તિ પણ ખરેખર પ્રશંસનીય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/