fbpx
અમરેલી

બગસરા ટાઉનથી એક ઇસમને નશીલી દવાઓની બોટલ નંગ ૩૩૨ કિં.રૂ.૪૯,૮૦૦/- ના જથ્થા સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નશાયુકત પદાર્થો/પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં કફ સિરપ, અન્ય આયુર્વેદીક દવાઓના નામે આલ્કોહોલિક દવાઓનું ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શન વગર પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બગસરા ટાઉનમાં પેટ્રોલીંગ હોય તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે, બગસરા ટાઉનમાં ભુતનાથ મંદીર પાસે આવેલ પાનના ગલ્લામાં એક ઇસમ નશાકારક કેફીપીણાનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે એલ.સી.બી. ટીમ દ્વારા રેઇડ દરમિયાન એક ઇસમને નશાકારક કેફી પીણાની બોટલો સાથે પકડી પાડી, મળી આવેલ નશાયુકત બોટલોમાંથી એફ.એસ.એલ. તથા ફુડ ડ્રગ્સ વિભાગનાઓની તપાસણી અર્થે સેમ્પલ તરીકે લઇ, તમામ બોટલો કબ્જે કરી, પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. એન્ડ

પકડાયેલ ઇસમની વિગતઃ-

રવિ કિશોરભાઇ ગોહિલ, ઉ.વ.૨૬, રહે.બગસરા, અમરપરા, તા.બગસરા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ –

(૧) ARYURVEDIC PROPRIETARY MEDICINE GERGEM ASHV-ARISHATHA 400 ML Manufactured By.AMB PHARMA 01420 contains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલો નંગ-૧૩૨ જેની કિ.રૂ.૧૯,૮૦૦/-

(૨) KAL MEGHASAVA ASAVA-ARISHTA 400 ML Manufactured By AMB PHARMA બનાવટનીcontains self generated alcohol not more than 11.0% v/v લખેલ કુલ બોટલ નંગ- ૨૦૦ જેની કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ બોટલ નંગ ૩૩૨ કુલ કિ.રૂ.૪૯,૮૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીગ્નેશભાઇ અમરેલીયા, તથા હેડ કોન્સ. આદિત્યભાઈ બાબરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/